સરકારી યોજનાઓની ખોટી માહિતી લોકો માટે જોખમી સાબીત થઈ શકે છે: સ્વાસ્થ્ય મંત્રી
લ્યો હવે આયુષ્યમાન ભારત માટે પણ બોગસ માહિતી ધાબડાઈ છે
સરકારની પ્રમુખ સ્વાસ્થ્ય સેવાયોજના આયુષ્યમાન ભારત વિશે ખોટી માહિતી ફેલાવનાર ૬૮ એપ્લીકેશનો અને ૫૪ વેબસાઈટોને બંધકરી દેવામાં આવી છે અને આ પ્રકારની વેબસાઈટો સામે એફઆઈઆર પણ નોંધાવવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી અનુપુર પટેલે શુક્રવારે લોકસભામાંઆ મુદ્દાની પુછપરછ અંગે કહ્યું હતું કે, બોગસ સમાચારો અને માહિતી ફેલાવતી એપ તેમજ વેબસાઈટો ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવાથી સરકારી યોજનાઓની ખોટી માહિતીપ્રસરતી અટકાવી શકાશે.
તેમણે કહ્યું હતું કે, આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવશે તો આ પ્રકારની સંસ્થાઓને છોડવામાં આવશે નહીં. એમ.એસ.પટેલે કહ્યું કે, અત્યાર સુધી મળેલી માહિતી મુજબ બંધ કરાયેલી એપ્લીકેશનો અને વેબસાઈટ ધારકોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુશ્રી પટેલે કહ્યું હતું કે, સરકારે આ પ્રકારની ફર્જી સંસ્થાઓ વિશે નાગરિકોનેજાગૃત કરવા માટે વેબસાઈટ પર સાર્વજનિક સલાહ પણ જાહેર કરી છે જો લોકોને ગેરમાર્ગે દોરતી કોઈપણ માહિતી મળે તો સાર્વજનિક વેબસાઈટના માધ્યમથી લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, અમુક નીજી સ્વાસ્થ્ય સંબંધીત પેકેજોમાં વૃદ્ધિ કરવાની આવશ્યકતા છે.રાજય યોજનામાં કેટલીક ખામીને કારણે લોકોને પુરતી સુવિધા નથી મળી રહીમાટે સ્વાસ્થ્ય યોજનામાં સુધારા કરવા જોઈએ.