ઉનાળા વેકેશન પ્રારંભે હાઈકોર્ટ દ્વારા બઢતી અને બદલીના હુકમો
19 સિવિલ જજને બઢતી સાથે સિનિયર સિવિલ જજ તરીકે ટ્રાન્સફર
ઉનાળુ વેકેશનના પ્રારંભે હાઈકોર્ટ દ્વારા બઢતી અને બદલીના ધાણવા વચ્ચે રજીસ્ટ્રાર દ્વારા ગત મોડી સાંજે 68 ન્યાયધીશોને અધિક સેશન્સ જજ કક્ષામાં બઢતી પામેલા જજોને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
જયારે રાજકોટના 21 સહિત 174 જજોને સ્થાનિક કક્ષાએ કોર્ટ ટ્રાન્સફર અને 19 સિવિલ જજને સિનિયર સિવિલ જજ તરીકે બઢતી આપવામાં આવી છે.
વધુ વિગત મુજબ જામનગર પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ શ્રીમતી એમ.બી. ડાંગે બનાસકાંઠા, કલોલના એમ.એ. પંડયાને ભૂજ, અરવલ્લીના એસ.જી. મન્સુરીને ભાવનગર, ભચાઉના એમ.પી.ચૌધરીને અમદાવાદ, ધોરાજી પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ પી.જે. ચૌધરીને રાજકોટ, મહિસાગરના ટી.એચ.દવેને જામનગર, કલોલના એમ.યુ. રાધનપુરવાળા ગોધરા, ભરૂચના એસ.બી મહેતાને ભરૂચ, જામનગરના એમ.એમ. સોનીને અરવલ્લી, સુરતના એન.જી.શાહને સુરેન્દ્રનગર, રાજકોટના અધિક ચીફ જયુડીશ્યલ જજ એસ.એસ.કાલેને મહેસાણા, 3જા જજને એમ.જે. બ્રહ્મભટ્ટને 13માં અધિક ડિસ્ટ્રીકટ જજ, ગાંધીધામના સંજય બાબુલાલને આઠમાં અધિક જજ તરીકે ગાંધીધામ, વડોદરા બી.ડી. પરમારને ભૂજ, રાજકોટના 4થા અધિક સીનીયર સિવિલ જજ એચ.એન.દેશાઈને 14 એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ રાજકોટ, વડોદરાના પી.એ. પટેલને જૂનાગઢ, જામનગરના પી.કે. ખાનચંદાણીને અમદાવાદ, જૂનાગઢના એમ.જે.ઝાલાને બનાસકાંઠા, સુરતના બી.જી. અવસ્થીને અંજાર, જેતપૂરના એમ.એચ.પઠાણને રાજકોટ, ભાવનગરના એમ.પી. મહેતાને ભાવનગર, છોટાઉદેપુર આર.ડી. પાંડેને જૂનાગઢ, વલસાડના એસ.સી.વેનુલાને જામનગર, ભરૂચના ડી.એસ. શ્રીવાસ્તવને અમરેલી, સુરતને એચ.એચ.વર્મા રાજકોટ, ભાવનગરના એસ.કે.વ્યાસને આણંદ અને ગાંધીધામના પી.પી. જાડેજાને સુરત ખાતે બદલી કરવામાંઆવી છે.
10 સિવિલ જજને પ્રમોશન સાથે બદલી: રાજકોટમાં બેની નિમણુંક
કાયદા વિભાગ દ્વારા ચાલતી બઢતી બદલીના દોર વચ્ચે રાજયના 19 સીવીલ જજને પ્રમોશન સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ લેબર કોર્ટના અંકુરકુમાર સોનીને રાજકોટના 32માં એડી. સીનીયર સીવીલ જજ અને સુરત લેબર કોર્ટના સુનિલ વાઘને રાજકોટના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.