સૌરાષ્ટ્રમાં ૭૪.૦૯ ટકા સાથે મોરબી જિલ્લો મોખરે: ૭૩.૯૨ ટકા સાથે રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે અને રાજયમાં ત્રીજા ક્રમે આવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ગરબા રમી ઉજવણી કરી
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળામાં રાજકોટની ૪૩ શાળા રાજયમાં પ્રથમ ક્રમે
સૌરાષ્ટ્રમાં ૬૧.૬૫ ટકા સાથે અમરેલી જિલ્લાનું સૌથી નીચું પરિણામ: રાજયભરમાં સૌથી વધુ ગીર-સોમનાથ જિલ્લાનાં સુપાસી કેન્દ્રનું ૯૫.૫૬ ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ-૨૦૧૯ની ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ ૬૬.૯૭ ટકા જાહેર કરાયું છે. જેમાં સૌરાષ્ટ્રનું ૬૮.૫૦ ટકા ઝળહળતું પરીણામ આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોરબી જિલ્લાનું સૌથી વધુ પરીણામ ૭૪.૦૯ ટકા સાથે મોખરે રહ્યું છે જયારે સૌથી ઓછું પરીણામ અમરેલી જિલ્લાનું ૬૧.૬૫ ટકા જેટલું રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં ૪૩,૯૬૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગત વર્ષની રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ૬૭.૦૫ ટકા પરીણામ આવ્યું હતું જયારે આ વર્ષે તે વધીને ૭૩.૯૨ ટકા પરીણામ આવ્યું છે. રાજકોટનું ઉંચું પરીણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આજે સવારથી જ રાજકોટની સરકારી અને ખાનગી શાળાઓમાં ધો.૧૦નાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ રાસ-ગરબા રમીને પરિણામને વધાવી લીધું હતું અને ભવ્યાતીભવ્ય ઉજવણી કરી હતી. એકંદરે વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાનું ૬૧.૬૫ ટકા, ભાવનગરનું ૬૬.૧૯ ટકા, બોટાદનું ૬૩.૮૪ ટકા, દેવભૂમિ દ્વારકાનું ૭૦.૩૨ ટકા, ગીર-સોમનાથનું ૭૦.૨૮ ટકા, જામનગરનું ૭૦.૬૧ ટકા, જુનાગઢનું ૭૦.૮૧ ટકા, મોરબીનું ૭૪.૦૯ ટકા, પોરબંદરનું ૬૨.૬૧ ટકા, રાજકોટનું ૭૩.૯૨ ટકા અને સુરેન્દ્રનગરનું ૬૯.૨૬ ટકા પરિણામ નોંધાયું છે.
આ ઉપરાંત વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૪૯, ભાવનગરમાં ૩૨૬, બોટાદમાં ૨૪, દેવભૂમિ દ્વારકામાં ૨૯, ગીર-સોમનાથમાં ૪૮, જામનગરમાં ૧૬૨, જુનાગઢમાં ૧૯૦, મોરબીમાં ૧૬૦, પોરબંદરમાં ૮, રાજકોટમાં ૮૬૭ અને સુરેન્દ્રનગરમાં ૧૪૦ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જયારે એ-ટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અમરેલીમાં ૫૭૬, ભાવનગરમાં ૧૫૮૪, બોટાદમાં ૩૨૮, દેવભૂમિ દ્વારકામાં ૩૧૯, ગીર-સોમનાથમાં ૬૧૮, જામનગરમાં ૯૬૬, જુનાગઢમાં ૧૨૦૪, મોરબીમાં ૮૩૪, પોરબંદરમાં ૨૧૩, રાજકોટમાં ૩૪૯૫ અને સુરેન્દ્રનગરમાં ૭૦૨ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે ૬ વાગ્યાથી વિદ્યાર્થીઓએ પરીણામ જોવાનું ચાલુ કરી દીધું હતું. રાજયભરમાં ધો.૧૦નાં કુલ ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજયમાં ધો.૧૦ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષોની દુકાન બંધ રાખવાની પણ સુચના આપવામાં આવી હતી.
રાજકોટનું આ વર્ષે ૭૩.૯૨ ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જેમાં વાત કરવામાં આવે તો રાજકોટમાં કુલ ૪૩,૯૬૩ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૪૩,૮૬૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજે પરીણામ આવ્યા બાદ એ-વન ગ્રેડ ધરાવતા ૮૬૭, એ-ટુ ગ્રેડ ધરાવતા ૩૪૯૫, ગ્રેડ ધરાવતા ૬૦૩૯, ગ્રેડ ધરાવતા ૯૦૮૮, ગ્રેડ ધરાવતા ૯૫૦૪, ગ્રેડ ધરાવતા ૩૩૧૨, ડી ગ્રેડ ધરાવતા ૧૧૯, ઈ-વન ગ્રેડ ધરાવતા ૧૨૮૨, ઈ-ટુ ગ્રેડ ધરાવતા ૧૦,૧૬૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજકોટ જિલ્લાનું આ વર્ષે ૭૩.૯૨ ટકા ઝળહળતું પરીણામ આવ્યું હતું અને સૌરાષ્ટ્રભરમાં રાજકોટ જિલ્લો બીજા ક્રમે રહ્યો હતો.
સૌરાષ્ટ્રનું જિલ્લા વાઈઝ પરિણામ
જીલ્લો | નોંધાયેલા વિદ્યાર્થીઓ |
ઉપસ્થિત
વિદ્યાર્થીઓ |
એ-વન
ગ્રેડ |
એ-ટુ ગ્રેડ |
ટકાવારી |
અમરેલી | ૧૮૫૫૪ | ૧૮૪૬૨ | ૪૯ | ૫૭૬ | ૬૧.૬૫ % |
ભાવનગર | ૩૪૮૧૫ | ૩૪૬૩૮ | ૩૨૬ | ૧૫૮૪ | ૬૬.૧૯ % |
બોટાદ | ૯૬૪૯ | ૯૫૯૩ | ૨૪ | ૩૨૮ | ૬૩.૮૪ % |
દેવભૂમિ-દ્વારકા | ૮૪૭૭ | ૮૪૩૬ | ૨૯ | ૩૧૯ | ૭૦.૩૨ % |
ગીર-સોમનાથ | ૧૭૬૪૦ | ૧૭૫૫૫ | ૪૮ | ૬૧૮ | ૭૦.૨૮ % |
જામનગર | ૧૬૭૪૫ | ૧૬૬૭૮ | ૧૬૪ | ૯૬૬ | ૭૦.૬૧ % |
જુનાગઢ | ૨૩૯૯૦ | ૨૩૯૫૦ | ૧૯૦ | ૧૨૦૪ | ૭૦.૮૧ % |
મોરબી | ૧૨૭૦૨ | ૧૨૬૪૩ | ૧૬૦ | ૮૩૪ | ૭૪.૦૯ % |
પોરબંદર | ૭૧૪૮ | ૭૧૨૦ | ૮ | ૨૧૩ | ૬૨.૬૧ % |
રાજકોટ | ૪૩૯૬૩ | ૪૩૮૬૫ | ૮૬૭ | ૩૪૯૫ | ૭૩.૯૨ % |
સુરેન્દ્રનગર | ૧૮૭૭૮ | ૧૮૬૨૦ | ૧૪૦ | ૭૦૨ | ૬૯.૨૬ % |