શાકોત્સવ અને ભોજન પ્રસાદ સહિતના વિવિધ આયોજનો: પાટોત્સવ સભાનો લાભ લેતા અનેક હરીભક્તો
સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્રરોડ રાજકોટ ખાતે ૬૭માં વાર્ષિક પાટોત્સવની ઉજવણી થઈ રહી છે. જેના અનુસંધાને આજે તા.૪ના રોજ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પાટોત્સવ-અભિષેકનું આયોજન થયું હતું. આ કાર્યક્રમની સાથો સાથ સ્વામિનારાયણના મુખ્ય મંદિરે બપોરે શાકોત્સવ-ભોજન પ્રસાદ પણ યોજાયા હતા. દરમિયાન સવારે પાટોત્સવ સભાનું આયોજન થયું હતું. આ તકે જોગી સ્વામી ધર્મપ્રસાદદાસજી થતા સદગુરુ શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી સ્વામીના આશિર્વાદી અને સદગુરુ શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના માર્ગદર્શની વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ ઉત્સવ દરમિયાન સાજીંના ગીત, પોથીયાત્રા, જળ યાત્રા અને મહિલા મંચનું આયોજન પણ થયું હતું.
વિવેકસાગર સ્વામીજીએ ‘અબતક’ સોની વાતચીત કરતા જણાવ્યું હતું કે, નારાયણદેવ હરીકૃષ્ણ મહારાજનો આ ૬૭મો પાઠ ઉત્સવ છે. જેના નિમીતે વડતાલના પરમ પૂજ્ય આચાર્ય મહારાજ ખાસ ઉપસ્તિ રહ્યાં છે. રાકેશ પ્રસાદ મહારાજની પાવન ઉપસ્થિતિમાં આજરોજ દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન રાખેલ છે. જેમાં ૧૦ થી ૧૨ હજાર ભક્તો આજ અહીંયા પ્રસાદ ગ્રહણ કરશે. હજારો હરીભક્તોએ પણ વાડ ઉત્સવ રાધારમણ સ્વામીજીએ જણાવ્યું હતું કે, લક્ષ્મી નારાયણદેવ આ મંદિરમાં બીરાજીત થયા. એના આજે ૬૭ વર્ષ પૂર્ણ થયા જે નિમિતે આજે ૬૭માં વાર્ષિક પાટ ઉત્સવ આજના દિવસે રાખેલ છે.