ગુજરાત ટેબલટેનીસ ટીમનું સીલેકશન કરવા આયોજન
રાજકોટ ડીસ્ટ્રીક ટેબલ ટેનીસ એસોસીએશન, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ તથા સુરક્ષા સેતુના ઉપક્રમે ૪થા સ્ટેટ રેનકીંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનો સીપી અનુપમ સિંહ ગહેલોતના હસ્તે પ્રારંભ થયો હતો. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ૬૭૫ લોકોએ ભાગ લીધેલ છે. ગુજરાતમાં ૬ ટુર્નામેન્ટ રમાશે અને તેના પર ગુજરાત ટીમનું સીલેકશન થશે વધુમાં ડીવીઝનલ સેક્રેટરી હિરેનભાઈ મહેતા જણાવ્યું કે આ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ છેલ્લા ૨૦ વર્ષથી આયોજન કરીએ છીએ, અમારા યુનિયનની વેલ્ફેર છે તેના ભાગ‚પે અમે દર મહિને એકટીવીટી કરીએ છીએ તેના ભાગ ‚પે આ ટુર્નામેન્ટ પણ અમે આયોજન કરી છીએ, જેના લીધે ક્રિકેટ સિવાયની રમતો પણ મહત્વતા મળે, ટેબલ ટેનીસ, બેડમીન્ટન જેવી રમતો લોકો ભુલતા જાય છે. માટે આ પ્રકારની ટુર્નામેન્ટ થતી રહેવી જોઈએ.વધુમાં સીપી અનુપમસિંહ ગહેલોતએ જણાવ્યું હતુ કે આ ટુર્નામેન્ટમાં મોટી સંઅખ્યામાં ગુજરાતમાંથી ભાગ લીધો છે. અને તેમાંથી જ રેન્કીંગ પણ બનશે. અને આપણા માટે એ ખુશીની વાત છે. કે રાજકોટ શહેર ને ૫ વર્ષ પછી આ ટુર્નામેન્ટ રાજકોટ ખાતે યોજવાનો મોકો મળ્યો છે. અહીયાથી આપણને સારા રમતવીરો મળશે તે આગળ જતા દેશ વિદેશમાં આપણુ નામ રોશન કરશે.