રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઇઝડ કરવા ઉપલબ્ધ જગ્યા અંગેની માહિતી માટે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ કાર્યરત
રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલોમાં ઉપલબ્ધ જગ્યા અને સારવાર અંગેની તમામ માહિતી દર્દીના સગાને એક જ જગ્યાએથી મળી જાય તે માટે રાજકોટ કલેકટર કચેરીમાં રાઉન્ડ ધ કલોક ક્ધટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તા.૧ સપ્ટેમ્બર – ૨૦૨૦ થી શરૂ થયેલા આ કંટ્રોલ રૂમમાં કુલ પાંચ હેલ્પલાઇન કાર્યરત છે.
જેના નંબર ૯૪૯૯૮ ૦૪૦૩૮, ૯૪૯૯૮ ૦૬૪૮૬, ૯૪૯૯૮ ૦૧૩૩૮, ૯૪૯૯૮ ૦૬૮૨૮, ૯૪૯૯૮ ૦૧૩૮૩ છે. આ હેલ્પ લાઇન પરથી લોકોને કોરોનાના દર્દી માટે જિલ્લાની સરકારી તેમજ ખાનગી કેટલી હોસ્પિટલો છે? અને તેના નંબર અને ઉપલબ્ધ બેડ અંગેની માહિતી આપવામાં આવે છે. જો દર્દી અથવા દર્દીના સગા સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં કેટલી જગ્યા ખાલી છે અને કેટલી હોસ્પિટલો છે તેની વિગત માંગે તો પણ આ નંબર પરથી આપવામાં આવે છે. રાજકોટમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ સહિતની બે હોસ્પિટલોમાં સરકારશ્રી દ્વારા ઉપરાંત ગોંડલ -૧, જેતપુર-૧ અને ધોરાજી-૧ તેમજ રાજકોટ શહેરમાં ૧૮ હોસ્પિટલમાં મળી કુલ ૨૧ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટેની સારવાર ઉપલબ્ધ છે.