રાજકોટ સાઇકલિંગ કલબના લેડીઝ ગ્રુપમાં સૌથી સિનિયર જોમ અને જુસ્સાથી ભરપુર ઉષામાડીમાંથી સ્ત્રીઓ અને યુવાનોએ ઘડો લેવો જરૂરી

કદમ અસ્થિર હોય, તેને રસ્તો નથી જડતો… અડગ મુસાફરો હિમાલય પણ નથી નડતો.

આ પંકિતઓને જીવનમાં ચરિતાર્થ કરનાર રાજકોટના ઉષાબહેન રાજદેવ ૬૭ વર્ષની વયના સાઇકલવીર છે. જેમને ૬૭ની ઉંમર તથા ઉંમર સાથેની તકલીફો  પર વિજય મેળવ્યો છ. અને હાલ તેઓ રોજના ૩૦ કિલોમીટર સાઇકલિંગ કરે છે અને યુવાનોને પણ શરમાવે તેવો જોમ અને જુસ્સો ધરાવે છે. રાજકોટ સાઇકિંગ કલબમાં ઉષા માડીના નામથી ઓળખાય છે. તથા તેમને વીમેન્સ ડે ના દિવસે ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.

‘અબતક’ સાથેની મુલાાતમાં તેમણે ખુબ જઉત્સાહથી જવાબો આપ્યા હતા. જેના દ્વારા બાળકોથી લઇ વૃઘ્ધોને તો પ્રેરણા મળે છે પણ સ્ત્રીઓને વિશેષ પ્રેરણા મળે છે.

તેમણે ૩૦મે વર્ષે સાઇકલિંગની શ‚આત કરી હતી જે આજ સુધી ચાલુ છે. નાની ઉંમરમાં પતિના અવસાન બાદ ઘર અને બહાર બન્નેની જવાબદારી તેમના પર આવી પડી હતી. ત્યારે શ‚આતમાં ‘શોપ’ પર આવવા જવા અને ત્યારબાદ ગાર્ડનમાં વોકીંગ માટે જતી વખતે સાઇકલિંગ શ‚ કરેલું. પરંતુ છેલ્લા બે વર્ષથી રાજકોટ સાઇકલિંગ કલબમાં મેમ્બર થયા પછી દરરોજ ૩૦ કિલોમીટર સાઇકલ ચલાવવાની તેમને આદત પડી ગઇ છે.

બે વર્ષ અગાઉ ન્યુઝ પેપર દ્વારા જાણ થતાં રાજકોટ સાઇકલિંગ કલબ સાથે જોડાયા અને રોજ કાલાવડ રોડથી  ચોકીધાણી સુધી સાઇકલિંગ કરે છે. કયારેક અન્ય ‚ટો પણ નકકી કરાય છે. કયા ‚ટમાં જવાનું છે ? તેની જાણ વોટસ અપ દ્વારા થઇ જાય છે. સામાન્ય રીતે ૩૦ કિલોમીટરનું રોજ સાઇકલિંગ કરવામાં આવે છે કયારેક ગોંડલ, કોટડા, પડધરી, ધ્રોલ, સરધાર સુધી ૧૦૦ થી ૧રપ કિલોમીટરની રાઇડ પણ હોય છે.

ઉષાબહેનની સિઘ્ધીઓ વિશે જાણી એ તો તેઓ અમદાવાદમાં ગત વર્ષે ૨૦૧૬માંં પ૦ કિલોમીટરની સાઇકલોથોનની રાઇડમાં સૌથી મોટી ઉમરના હોઇ તેમને ખાસ મેડલ તથા પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.

તેમજ ૨૦૧૭માં રાજકોટમાં યોજાયેલ સાઇકલોફનમાં પ૦ કિલોમીટરની રાઇડમાં ભાગ લીધો હતો. જેમાં પણ તેમને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ છેલ્લા બે વર્ષથી યોજાતી રાજકોટ મેરોથોનમાં પણ તેઓ ભાગ લઇ ચુકયા છે. મોટી ઉમરના લોકો જયારે દુ:ખાવાની ફરીયાદ કરતા હોય છે ત્યારે તેઓ કોઇ જ દવા લેતા નથી. સામાન્ય રીતે તેઓ સવારે સાઇકલિંગ કરે છે અને સાંજે વોકીંગ કરે છે જયારે વચ્ચેના ગાળામાં સવારે સાઇકલિંગ બાદ યોગા તથા ઘ્યાન કરે છે. વાંચન પણ કરે છે.

યોગાસનોમાં તેઓ નિયમીત રીતે હલાસન, સર્વાગાસન અને ધુનુરાસન તથા સુર્યનમસ્કાર કરે છે. તથા ઘ્યાનમાં ગાયત્રી અને ૐ કાર કરે છે. ઉષાબહેન રોડ પર સાઇકલિંગ માટે નીકળે છે ત્યારે લોકો તેમને થમ્સ અપ આપી તેમના સાહસને બિરદાવે છે.

૨૦૧૫ થી વર્લ્ડ સાઇકલિંગ ડે ના દિવસે રાજકોટમાં દિવ્યેશભાઇ અધેરા અને તેમના મિત્રો દ્વારા રાજકોટ સાઇકલિંગ કલબ ચાલે છે. જેમાં ૯ વર્ષથી ૭૫ વર્ષ સુધીના સભ્યો છે. જેમાં મહિલા કેટેગરીમાં સૌથી વધુ સિનીયર હોવાનું માન મેળવ્યું છે.

તેમની સાથેની મહિલાઓ પણ આપણને પ્રોત્સાહન આપે છે. કારણ કે તેમાંની મોટાભાગની મહિલાઓ ઘર અને બહાર બન્ને જવાબદારી નિભાવતા નિભાવતા ખાસ સમય કાઢીને સાઇકલિંગ કરે છે.

ઉષાબહેન જણાવે છે કે સાઇકલિંગ કલબના સભ્યો દ્વારા નાની મોટી મુશ્કેલીઓમાં જેવી કે સાઇકલની ચેન ઉતરી જવી, પંચર પડવા વગેરે વખતે ખુબ જ મદદ કરે છે.અને અન્ય સભ્યોને પ્રોત્સાહીત કરે છે. રોજે રોજની રાઇડઝના ફોટાઓ સોશ્યલ મીડીયામાં અપલોડ કરવામાં આવે છે. સાઇકલિંગ માટે તેઓ આ કલબ સાથે જોડાઇને વધુમાં વધુ લોકોને પ્રોત્સાહિત કરી પર્યાવરણને પ્રદુષણ મુકત બનાવવાના હેતુમાં સક્રીય ભૂમિકા ભજવી રહ્યા છે.

સાઇકલિંગ કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે. મન પ્રસન્ન અને શરીર સ્વસ્થ રહેવાની સાથે સાથે પ્રકૃતિનું સાનિઘ્ય પણ મળે છે. એમ તેઓ જણાવે છે. તેઓના પરિવારજનોમાં પુત્ર-પુત્રવધુ, પૌત્ર સહિત સૌને તેઓ વડીલ તરીકે પ્રેરણા આપે છે તો તેમના પરિવાર પણ તેમના આવા કાર્ય બદલ સહકાર આપે બન્ને દીકરાઓને કયારેક પડવા વાગવાની ચિંતા જ‚ર થાય છે. પરંતુ તેમના શોખને અવરોધવાના બદલે તેમને પ્રોત્સાહીત કરે છે.

ઉષાબહેન સ્ત્રીઓએ પોતાના માટે સમય જ‚ર કાઢવો જોઇએ અને આવી પ્રવૃત્તિમાં જોડાવવું જોઇએ તથા બાળકોને નાની ઉંમરે અન્ય વાહનો કરતાં સાઇકલ આપવાની વાલીઓને સલાહ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.