હ્રદયરોગ, કીડની અને કેન્સર જેવી બીમારી માટે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવી
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ એચ. પટેલ આર.સી.એચ.સો. ડો. રાધાકિશન જાટ તથા તાલુકા હેલ્થ ઓફીસર, કુંકાવાવ ડો. હાર્દિક આર. પીઠવાના સીઘ્ધા માર્ગદર્શન હેઠળ તા. ૨૭ થી ચાલી રહેલા રાજય સરકારના મહત્વનાં શાળા આરોગ્ય કાર્યક્રમ ૨૦૧૮-૧૯ દરમિયાન તાલુકાના આંગણવાડીના ૬૨૯૦ જેટલા બાળકો તથા પ્રાથમીક અને માઘ્ય શાળાના ૧૧૪૬૬ જેટલા બાળકોની પ્રાથમીક તપાસ કરીને વધુ સારવારની જરુરીયાતવાળા બાળકોને અલગ અલય નિષ્ણાંતો જેમ કે બાળરોગ, અલગ અલગ નિષ્ણાતો જેમ કે બાળરોગ, આંખ રોગ, દાંત રોગ, નિષ્ણાંત વગેરે દ્વારા તપાસીને સારવાર આપવામાં આવે છે.
તા. ર૭ થી અત્યાર સુધી આંગણવાડીના ૨૧૮૭ જેટલા બાળકો અને પ્રાથમીક તથા માઘ્ય. શાળાના ૪૪૨૫ એમ કુલ ૬૬૯૩ બાળકોની તપાસ થઇ ગયેલ છે. અને વધુ સારવારવાળા બાળકોને જે તે રોગ નિષ્ણાંતો દ્વારા તપાસીને સારવાર પણ આપવામાં આવેલ છે.
સરકારના આ મહત્વના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત હ્રદય, કીડની અને કેન્સર વાળા બાળકોની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી છે મંજુરી દ્વારા સુપર સ્પેશ્યાલીટી સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે તથા અન્ય બીમારીઓ માટે રાજય કક્ષાએથી મંજુરી મેળવીને સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે આથી કોઇ જ મોટી ગંભીર બીમારી વાળુ બાળક સારવારથી વંચીત ન રહે તે માટે તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમ સારી રીતે અને સચોટ રીતે કાર્યરત છે.