કચ્છી પહેરવેશ અને બળદગાડામાં શણગારેલી જાન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની

આજે ક્ચ્છ મચ્છોયા આહીર સમાજના એકસાથે ૬૬૮ લગ્નો ધામધૂમથી ઊજવાયા છે. આધુનિકરણના માહોલમાં ગાડામાં શણગારેલી જાન લોકો માટે આકર્ષવાનું કેન્દ્ર બની છે. આ અંગેની વિગતો મુજબ , કચ્છમાં મચ્છોયા આહીર સમાજના ૯૨ જેટલા ગામો છે.

સમાજની પરંપરા મુજબ ગામડાના જૂથ બનાવીને નક્કી કરવામાં આવે છે કચ્છમાં કુલ પાંચ વઇ છે.જેમાં પધ્ધર વઇમાં ૧૬૬, વાધૂરા વઈમાં ૧૦૦ , ભુવડ વઈમાં ૧૫૮ , પડાણા વઈમાં ૧૮૬ અને ટપ્પર વઈમાં ૫૮ લગ્નો આજે એકસાથે ઊજવાયા છે.સમાજની આગવી રીત મુજબ , પાંચેય વઇમાં લગ્નો અલગ અલગ સ્થળે થાય છે પરંતુ ભોજન સમારંભ એક સ્થળે હોય છે જેને લઈને ખર્ચો ઘટે છે.અને અન્ય સમાજ માટે પ્રેરણા પણ પુરી પાડે છે.ખાસ વાત તો એ છે , આધુનિકરણના માહોલમાં ભરત ભરેલો કમખો અને ઘાઘરો પહેરેલી આહીરાણી અને સફેદ ભાતીગળ પહેરવેશમાં શોભતો આહીર યુવાન આજેય સંસ્કૃતિની જાળવણી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.