60 બોટલ દારૂ અને મોબાઈલ મળી રૂ. 70 હજારનો મુદામાલ કબ્જે: મકાનમાલિકની શોધખોળ
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીનાં મકાનમાંથી 160 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી દારૂ અને મોબાઈલ મળી રૂ. 70 હજારનો મુદામાલ કબ્જે કરી મકાન માલીકની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ ભાયાવદર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ ભીખુભા ચુડાસમા નામના શખ્સના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની કોન્સ્ટેબલ પંકજ સિંહ જાડેજાને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી રૂ. 65860ની કિંમતના 160 બોટલ દારૂ અને બે મોબાઈલ મળી રૂ. 70નો મુદામાલ સાથે પરાગ ઉર્ફે ભલીયો હીરા દેલવાડીયાની ધરપકડ કરી નાશી છૂટેલા મકાનમાલીક પ્રવિણસિંહ ચુડાસમાની શોધખોળ હાથ ધરી છે.