ચડત ભાડુ 88000 વસુલવા પતિની ધરપકડ કરી જેલ હવાલે કર્યો
પત્નીને મકાનભાડાની રકમ નહીં ચૂકવનાર પતીને કોર્ટે 660 દિવસની સજાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જીલ્લાગાર્ડન પાસે બાપુનગર મેઈનરોડ વિસ્તારમા રહેતી નફીશાબેનના લગ્ન હળવદ મુકામે રહેતા અને વેપાર કરતા મહેબુબભાઈ ઈબ્રાહીમભાઈ મીરા સાથે થયા હતા બાદમાં પતી પત્ની વચ્ચે તકરાર થતાં પરિણીતા પોતાના માવતરે પરત ફરી હતી તેની પાસે રહેણાકનો કોઈ આશરો ન હોઈ તેણે પોતાના પતી સામે રાજકોટની ફોજદારી કોર્ટમા ડોમેસ્ટીક વાયોલેન્સ એકટની અરજી કરી અને મકાનભાડાની માંગ કરેલ હતી. અને કોર્ટે તેણીના પતીએ તેને દર મહીને મકાનભાડા પેટે રૂ. 2,000 ચુકવવાનો હુકમ કર્યો હતો.
પતી આ મકાનભાડાની 2કમ ભરવામા કસુર કરતો હોઈ પરિણીતાએ પોતાના વકીલ મારફતે મકાનભાડાની વસુલાતની કુલ ચાર અરજીઓ રાજકોટની કોર્ટમા દાખલ કરી હતી. અને આ ચારેય અરજી મુજબ તેણે પતી પાસેથી રૂ. 88,000 નું મકાનભાડું વસુલવાનું બાકી હતું જે પતી ભરતો ન હોઈ અદાલતે તેનું પકડ વોરંન્ટ કાઢેલ હતુ, અને પોલીસે પતીને પકડીને અદાલતમા રજુ કરતા અદાલતે પત્નીને મકાનભાડું ચુકવવામા કસુર કરનાર પતી મહેબુબભાઈને ચારેય અરજીમા અદાલતના હુકમ મુજબ રકમ ન ભરવાના કસુર ના કારણસર ચારેય અરજીઓની મળી કુલે 660 દિવસની જેલ સજાનો હુકમ ફરમાવ્યો હતો અને પતીને જેલમા મોકલી આપવામા આવ્યો હતો.
આ કેસમા પરિણીતા નફીશાબેન વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી અને સમીમબેન કુરેશી રોકાયા હતા.