ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે આંકડા જારી કર્યા
જમ્મુ કાશ્મીરમાં ૭૯.૫ મીમી, હિમાચલમાં ૫૫.૧ મીમી, ઉત્તરાખંડમાં ૩૩.૭ મીમી, શિયાળુ વરસાદવરસ્યો
શિયાળુ વરસાદમાં સામાન્ય કરતાં પણ ૬૬ ટકા ની ઘટ છે. આથી પાણીની મોંકાણ સર્જાશે. ઉલ્લેખનીય છે કે શિયાળુ વરસદા એટલે છેલ્લા ર માસ માસમાં ૩૩ ટકા જે નોર્મલ રેનફોલ થયો છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્નોફોલના લીધે નદી નાળા ભરાળ ગયા કેમ કે છેલ્લા ર માસમાં જ ઘણી બધી હિમ વર્ષા થઇ ગઇ, આથી ઉત્તર ભારતના રાજયોમાં શિયાળુ વરસાદ તેની માત્રામાં થયો પણ અન્ય રાજયોનું શું જયાં શિયાળુ વરસાદ સામાન્ય કરતા ૬૬ ટકા ઓછો થયો છે.
જમ્મુ કાશ્મીરમાં ૭૯.૫ મીમી, હિમાચલમાં ૫૫.૧ મીમી, ઉત્તરાખંડમાં ૩૩.૭ મીમી શિયાળુ વરસાદ વરસ્યો છે. આ તમામ આકડા દેશના હવામાન ખાતાએ આપ્યા છે. તેમના જણાવ્યા મુજબ ઉત્તર ભારતને બાદ કરતાં દેશમાં સરેરાશ શિયાળુ વરસાદ ઓછો થયો તેમાં ૬૬ ટકા ની ઘટ સર્જાઇ છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડીસ્ટબેન્સના લીધે આમ થવા પામ્યું છે. ઇન્ડીયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટના ચીફ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શિયાળુ વરસાદ જયાં સ્નોફોલ થાય છે તે પ્રાંતો માટે ખુબ જ મહત્વનો છે. ફેબ્રુઆરી બાદ જ વારસાદની મોસમની દ્રષ્ટિએ વર્ષ કેવું રહ્યું તે જાણી શકાય છે ટૂંકમાં પાણીની મોંકાણ તો સર્જાશે જ.