અંગ્રેજી માધ્યમનું ૮૮.૧૧ ટકા, ગુજરાતી માધ્યમનું ૬૪.૫૮ ટકા પરિણામ અને હિન્દી માધ્યમનું ૭૨.૬૬ ટકા પરિણામ
વિદ્યાર્થિનીઓએ ૭૨.૬૪ ટકા સાથે બાજી મારી: વિદ્યાર્થીઓનું ૬૨.૮૩ ટકા પરિણામ
ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ૦.૫૩ ટકા નીચું
સૌથી વધુ સુરત જિલ્લાનું ૭૯.૬૩ ટકા, સૌથી ઓછું છોટાઉદેપુર જિલ્લાનું ૪૬.૩૮ ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ૬:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો.૧૦નું પરિણામ મુકવામાં આવ્યું હતું. આ વર્ષે ધો.૧૦નું પરિણામ ૬૬.૯૭ ટકા જાહેર કરાયું છે. માર્ચ-૨૦૧૯માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ૮.૨૨ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૫.૫૧ લાખ વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા છે. સૌથી વધુ સુરત જિલ્લાનું ૭૯.૬૩ ટકા પરિણામ જયારે સૌથી ઓછું છોટાઉદેપુર જિલ્લાનું ૪૬.૩૮ ટકા પરિણામ જાહેર કરાયું છે.
આ વર્ષે રાજયની ૩૬૬ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા જેટલું રહ્યું છે. જયારે ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૯૯૫ જેટલી રહેલ છે. ૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૬૩ જેટલી નોંધાઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. આ વર્ષે વિદ્યાર્થિનીઓનું ૭૨.૬૪ ટકા ઉચું પરિણામ મેળવી વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા છે.
વિદ્યાર્થીઓનું ૬૨.૮૩ ટકા જેટલું પરિણામ આવ્યું છે. ચાલુ વર્ષ માર્ચ-૨૦૧૯માં કુલ ૮,૨૮,૯૪૪ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા જે પૈકી ૮,૨૨,૮૨૩ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૫,૫૧,૦૨૩ ઉમેદવારો પરીક્ષામાં ઉર્તિણ થતા ૬૬.૯૭ ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. પુનરાવર્તીત ઉમેદવારોનું પરીણામ ૧૭.૨૩ ટકા આવ્યું છે તેમજ ખાનગી ઉમેદવારોનું પરીણામ ૧૦.૧૩ ટકા આવ્યું છે.
સૌથી વધુ પરીણામ સુરત જિલ્લાનું ૭૯.૬૩ ટકા જયારે સૌથી ઓછું પરીણામ છોટાઉદેપુરનું ૪૬.૩૮ ટકા રહ્યું છે. ઉપરાંત સૌથી વધુ પરીણામ ધરાવતું કેન્દ્ર ગીર-સોમનાથ જિલ્લાનું સુપાસી ૯૫.૫૬ ટકા સાથે અવ્વલ રહ્યું છે જયારે સૌથી ઓછું પરીણામ ધરાવતું કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લાની તડનું ૧૭.૬૩ ટકા જેટલું નીચું પરિણામ આવ્યું છે.
આ વર્ષે એક વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૪૬૩૮ જયારે બે વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૨,૫૧૮ નોંધાઈ છે. એ-વન ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૪૯૭૪, એ-ટુ ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૨,૩૭૫, ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૭૦,૬૭૭, ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૨૯,૬૨૯, ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા, ૧,૮૭,૬૦૭, ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૧૯,૪૫૨, ડી ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૨૮૮ જયારે ઈ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૧ નોંધાઈ છે.
અંગ્રેજી માધ્યમનું પરિણામ ૮૮.૧૧ ટકા, હિન્દી માધ્યમનું પરિણામ ૭૨.૬૬ ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૪.૫૮ ટકા જેટલું નોંધાયું છે. ગેરરીતીનાં કેસની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે ૧૦૫ જેટલા ગેરરીતીનાં કેસો નોંધાયા હતા. જયારે ચાલુ વર્ષે તે વધીને આંકડો ૧૧૯ પહોંચી ગયો છે.
દિવ્યાંગ ઉમેદવારો ૬૧૪૨ જેટલા ઉર્તિણ થયા છે. સીસીટીવીનાં આધારે ગેરરીતી કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થઈને ૨૧૬૫ પહોંચ્યો છે. અન્ય કારણોસર ૧૬૫૯ વિદ્યાર્થીઓનું પરીણામ અનામત રાખવામાં આવ્યું છે. ૮૭૨ જેટલા વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાર્સીંગ ગ્રેડ સાથે ઉર્તિણ કરવામાં આવ્યા છે. એકંદરે વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ વર્ષે ધો.૧૦નું પરિણામ ૦.૫૩ ટકા જેટલું નીચું આવ્યું છે.