આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે. છોટાઉદેપુર જિલ્લાનું 46.38 ટકા પરિણામ આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આ જ જિલ્લાનું તડ કેન્દ્ર છે. જેનું પરિણામ 17.63 ટકા છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકે છે.

કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો, ધો.10 બોર્ડનું કચ્છમાં 65.46 ટકા પરીણામ

એ1 ગ્રેડમાં 77 , એ2 ગ્રેડમાં 702 , બી 1 માં 1694 અને સી1 માં 5448 છાત્રો ઉત્તીર્ણ

જિલ્લામાં 23,457 વિદ્યાર્થીઓ નોંધાયા જે પૈકી 23,268 છાત્રોએ પરિક્ષા આપી

જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 2.84 ટકા રિઝલ્ટ ઘટ્યું

જિલ્લામાં 100 ટકા પરીણામની 14 શાળા…0 ટકા પરિણામની શૂન્ય શાળા…30 ટકાથી ઓછું પરિણામની 26 શાળા

સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાનું 63.04 ટકા પરિણામ જાહેર થયું છે.

19839  વિધાર્થીઓ પાસ થયા છે

70 વિધાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ,

567 વિધાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ ,

1351 વિધાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ,

સૌથી વધુ પરિણામ તલોદના પુસરીનું 73.37%

સૌથી ઓછું પરીણામ વિજયનગરના ચિઠોડા નું69.71%,

ગત વર્ષ કરતા આ વર્ષે 1.07 ટકા પરિણામ વધ્યું.

100 ટકા પરિણામ ધરાવેતી 366 શાળાઓ
ધો. 10માં 100 ટકા પરિણામ ધરાવતી 366 શાળાઓ છે, જ્યારે 995 શાળાઓ એવી છે, જેનું પરિણામ 30 ટકા કરતા પણ ઓછું છે. 63 શાળાઓ એવી પણ છે કે જેનું પરિણામ 0 ટકા છે.

ગુજરાતી માધ્યમનું પરિણામ 64.58 ટકા
ગુજરાતી માધ્યમનું ધો.10નું પરિણામ 64.58 ટકા છે, હિન્દી માધ્યમનું 72.66 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11 ટકા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.