અમદાવાદમાં સૌથી 311 કેસ: અમદાવાદ, સુરત, આણંદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ અને જૂનાગઢમાં ઓમિક્રોનના 16 કેસ નોંધાયા: સતત વધતા કોરોના ઓમિક્રોનના કેસથી રાજ્યભરમાં ડરનું લખલખુ
ગુજરાતમાં જાણે કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 79 સહિત ગુજરાતમાં કોરોનાના નવા 79 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ઓમિક્રોનના પણ 16 કેસ નોંધાયા છે. ગઇકાલે 63 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 2962 પહોંચ્યો છે. જે પૈકી 17 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે અને 2945 દર્દીઓની હાલત સ્થીર છે.
ગુજરાતમાં શુક્રવારે કોરોનાના નવા 654 કેસ નોંધાયા હતાં. અમદાવાદ કોર્પોરેશનમાં 311 કેસ, સુરત કોર્પોરેશનમાં 97 કેસ, આણંદ જિલ્લામાં 21 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 21 કેસ, સુરત જિલ્લામાં 19 કેસ, ખેડા જિલ્લામાં 13 કેસ, જામનગર કોર્પોરેશનમાં 12 કેસ, કચ્છ જિલ્લામાં 12 કેસ, રાજકોટ જિલ્લામાં 11 કેસ, વલસાડ જિલ્લામાં 11 કેસ, નવસારી જિલ્લામાં 10 કેસ, ભરૂચ જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર કોર્પોરેશનમાં 9-9 કેસ, અમદાવાદ જિલ્લામાં 6 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 6 કેસ, જામનગર જિલ્લો, મહિસાગર જિલ્લા અને મહેસાણા જિલ્લામાં 5-5 કેસ, અમરેલી જિલ્લો, મોરબી જિલ્લો, તાપી જિલ્લામાં ચાર-ચાર કેસ, પોરબંદર જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને વડોદરા જિલ્લામાં 3-3 કેસ જ્યારે બનાસકાંઠા, જૂનાગઢ કોર્પોરેશન અને પંચમહાલ જિલ્લામાં એક-એક કેસ નોંધાયો હતો. જ્યારે 63 દર્દીઓએ ગઇકાલે કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
શુક્રવારે રાજ્યમાં ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા હતાં. અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ, સુરત કોર્પોરેશનમાં 3 કેસ, આણંદ જિલ્લામાં 3 કેસ, બનાસકાંઠા જિલ્લામાં 1 કેસ, ભરૂચ જિલ્લામાં એક કેસ અને જૂનાગઢ કોર્પોરેશનમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 113 કેસ નોંધાયા છે જે પૈકી 54 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ઓમિક્રોનથી રાજ્યમાં એકપણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.