650 વર્ષ પૂર્વે રક્ષાબંધનના દિવસે
સાડા છસો વર્ષ પૂર્વે બરડાના કાટવાણા ગામે રક્ષાબંધનના દિવસે શહિદી વ્હોરી લેનાર ખમીરવંતા રાજપુત ભાઇ-બહેનની ખાંભીઓની આજે પુજા છે પુજા ખાંટ રાજપુત સમાજના ભાઇ બહેન બરડા પહાડના કાટવાણા ગામે ભાઇ બહેનનું શિયળ બચાવવા અને બહેન ભાઇનો જીવ બચાવવા માટે શહીદ થઇ ગયા હતા અને સાથો-સાથ 11 હુમલાખોરોને પણ ઢીમ ઢાળી દીધા હતા.
સાડા છસો વર્ષ પૂર્વે પોરબંદરના કાટવાણા ખાતે ખાંટ રાજપુત સમાજના બારૈયા શાખનો જુવાન કેશરસિંહ રક્ષાબંધનના પાવનપર્વ નિમિત્તે પોતાની બહેન રાજબાઈને અમરગઢ ગામે તેડવા માટે પગપાળા જતો હતો તત્કાલીન સમયે વાહનની કોઇ સગવડ ન હોવાને ન કારણે મોટા ભાગે પગપાળે કે ગાડામાં જવાનો જ રિવાજ હતો. પરંતુ રાજપૂત સમાજનું જુવાન લોહી ગાડાને બદલે પગપાળા જ બહેનને તેડવા માટે ઉપડયો અને ચાલતા ચાલતા બરડા ડુંગર પાસેના કાટવાણા ગામે પહોંચ્યો. આ ગામના પાદરમાં સંધી,મુસ્લિમ કોમના પાંચ યુવાનો ગામના ઓટલા પર બેઠા હતા. ત્યાં સામે આવતા રાજપૂત જુવાનને જોયો અને નજીક આવતા યુવાન પાસે ખંભે રાખેલ કળીવાળી આકર્ષક લાકડી જોતા આ મુસ્લિમ યુવાનો આડા ઉભા રહીને તારે અહીંથી જવું હોય તો લાકડી આપતો જા તેવી માંગ કરતા એકલ બહાદુર ખાંટ રાજપૂત યુવાને પડકાર ફેંકયો કે તમારી માં નું ધાવણ ધાવ્યું હોય તો લાકડીને હાથ અડાડીને બતાવો તેમ કહી ફાંટમાં રાખેલ અણીદાર પાણો કાઢીને છુટો ઘા કરતા એક યુવાન તો ત્યાં જ બઠો વળી ગયો અને બીજાઓને લાકડીથી મારમારી અધમૂઆ કરી નાખ્યા અને જતાં જતાં રાજપુતોની કમજોરી પડકાર ફેંકવા અને જિલવા છે તેમ પડકાર ફેંકતો ગયો કે પરમ દિવસે હું અહીથી મારી બેનને લઇને નીકળીશ તમારામાં જોર હોય તો આવી જજો.એવું કહીને બહેન રાજબાઇના ગામ અમરદડ જેવા નીકળી પડ્યો જયાં બહેનના ઘરે એક દિવસ રોકાઇ બહેનને લઇને પરત ફરતો હતો ત્યારે વચ્ચે રસ્તામાં કાટવાણા ગામ આવ્યું ત્યાં એ પાંચને બદલે 11 મુસ્લિમ યુવાનો તેની રાહ જોઇને જ બેઠા હતા.
એટલે કે કહેવાય છે ને બોલકી મર્દાનગી કરતા મુંગી મર્દાનગી દિપી ઉઠતી હોય છે. બોલીકી મર્દાનગી બહેન સાથે હોવાથી મોટી મુસીબત ઉભી કરી પરંતુ ખાંટ રાજપૂતનું લોહી હાથડા ગાંજી જાય તેવું ન હતું. ભલે અગીયારને પડકાર ફેંકી પણ સામેથી ભુલશા નામના ફકીરે હવે તો અમારે લાકડી અને લડકી બંને જોઇએ છે તેવી બિભત્સ માંગણી કરી તો રાજબાઈએ કહ્યું ફકીર તું તો માંગીને અમારૂ ઘરનું જ ધાન ખાસ તો બેશર્મ ફકીરે ઉતર આપ્યો હવે ધાન સાથે તને પણ ખાઇશ એટલું બોલતા રાજપુતાણીનું લોહી ઉકળી ઉઠ્યું અને તેણીએ પણ રક્ષા માટે સંતાડી રાખેલ તલવાર કાઢી એક ઝાટકે ભુલસાનું માથું ધડથી અલગ કરી નાંખ્યું અને બંને ભાઈ બહેનો તૂટી પડયા જેમાં સામ-સામે ખેલેલા યુધ્ધમાં 11ના ડીમ ઢળી ગયા પણ સાથો સાથ બંને ભાઈ બહેન પણ શહીદ થઈ ગયા. સાડા સો વર્ષ પુર્વે રક્ષાબંધનના પાવન દિવસે શહીદ થયેલા આ ભાઈ બહેનના કાટવાણા ગામના પાદરમાં પાળીયા આજે પણ આ વાતની સાક્ષી પૂરતા અડીખમ ઉભા છે અને બાજુના કબ્રસ્તાનમાં અગિયાર કબર પણ છે અને શહિદ ભાઈ બહેન ખાંટ રાજપૂત સમાજના બારૈયા શાખમાં સુરાપુરા તરીકે આજે પણ પૂજાય છે.