પ્રદેશ યુવા ભાજપ મંત્રી જય શાહની મહેનતની વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં નોંધ: મુખ્યમંત્રીએ પણ અભિનંદન પાઠવ્યા
“ચોટીલા માં શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા આયોજીત તથા સામાજીક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર જીલ્લાના સહયોગથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિતે એક જ દિવસમાં ચોટિલા શહેર તથા તાલુકાના ગામોમાં 65,000 વૃક્ષોનું વાવેતર કરાયું હતુ. મુખ્યમંત્રીએ વિડિયો સંદેશથી કાર્યક્ર્મ માટે અભિનંદન પાઠવ્યા હતા.ગ્રુપ દ્વારા કાર્યક્રમના સ્થળ પર રશીકરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ ઐતિહાસિક કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં પણ સ્થાન મળશે. પ્રદેશ યુવા ભાજપના મંત્રી જયભાઈ શાહ તથા સંસ્થાના પ્રમુખ બળવિરભાઇ ખાચર બંને યુવાનોના નેતૃત્વમાં ચોટીલા શહેર તથા ગામોની અનેક સંસ્થાઓ આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનીને ચોટીલામાં એક લોક જુંબેશ ઉભી કરી “આપણું ચોટિલા હરિયાળું ચોટીલા” ના મંત્ર સાથે લોકો મુખ્યમંત્રી ના જન્મદિવસને કંઇક અલગ રીતે ઉજવાની નેમ સાથે જોડાયા.
આ કાર્યક્રમને સફળ બનાવા માટે સનશાઈન સ્કુલ પરિવાર, રામ-રહીમ સેવા ફાઉંડેશન,સતકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ, આંબલી ચોક મિત્ર મંડળ, સહીતની અનેક સંસ્થાઓ સાથે મળીને શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ ના નેતૃત્વમાં આ મહાયજ્ઞ માં આહુતિ આપી. આ કાર્યક્રમ માં પ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ,જીલ્લા ભાજપાના મહામંત્રી અનિરુદ્ધસિંહ પઢીયાર, જયેશભાઈ પટેલ, DFO સુરેન્દ્રનગર વિષ્ણુભાઈ દેસાઈ, જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મેરૂભાઈ ખાચર, સુરેશભાઈ ધરજીયા, ચોટીલા રાજવી પરિવારના મહાવીરભાઈ ખાચર, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના જીલ્લા સયોંજક ભવાનસિંહ ટાંક, સ્થાનિક અગ્રણી નરેશભાઈ મારું, આંબાભાઇ ઓલકીયા સહીતના લોકો ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચામુંડા માતાજી યુવા ગ્રૂપના ભુપતભાઈ ધાધલ ,ચિરાગભાઈ શાહ, અરજણભાઇ ખાંભલા, દિગુભા રાઠોડ, મોહસીનભાઈ પઠાણ, કુલજીતભાઈ ખાચર, વાઘાભાઈ રબારી,પ્રવીણભાઈ જાંબુકિયા,મેહુલ ભાઈ ખંધાર, મોહિતભાઇ પરમાર, મોશીનખાન પઠાણ,ફૈઝલ વાળા,જયદીપભાઈ પરાલિયા, અતુલભાઈ કોટક, વિરેશભાઈ શાહ, રસિકભાઈ મેટાલિયા,હિતેશભાઈ સરવૈયા, મંગળુંભાઈ ઢોકળવા, પ્રવીણભાઈ જાંબુકિય,કિશોરભાઈ ડેરવાલીયા, રસિકભાઈ મેટાલીયા, મુનાભા ઝાલા, વિરમભાઈ , કમલ મેર સહિતના મિત્રોએ આયોજન કર્યુ.