હોટલો અને રેસ્ટોરન્ટોમાં આલ્કોહોલની સેવા બંધ થતા ૧૫૦૦૦ કરોડના નુકશાનની શક્યતા

નેશનલ અને સ્ટેટ હાઇવે પર દા‚અડ્ડા બંધ કરવાના નિર્ણયથી સરકારની આવકમાં ૬૫૦૦૦ કરોડનો ઘટાડો થવાની શક્યતા છે. હાઇવેથી ૫૦૦ મીટર સુધીના વિસ્તારમાં હવે દેશી અથવા વિદેશી કે બીઅરનું વેચાણ થઇ શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી હોટલો, રેસ્ટોરન્ટો જેવી કે તાજ હોટેલ, ઓબેરોઇ હોટેલ, હયેટ હોટલ વગેરે જેવી જગ્યાઓ પર દા‚ અને બિઅરની સેવા બંધ થઇ ચુકી છે. આથી સરકારની આવકમાં ૬૫૦૦૦કરોડનું ગાબડુ પડવાની શકયતા છે.

નેશનલ રેસ્ટોરન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એનઆરએઆઇ)ના પ્રમુખ રિયાગ અમલાણીએ કહ્યું કે દારૂ-બિઅરની ફેકટરી કે દુકાનો પાસેથી સરકારને મળતો .૫૦,૦૦૦ કરોડ જેટલો ટેક્સ હવે નહીં મળે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને હોટેલોને પણ ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ કરોડ ‚પિયાનું નુકશાન થશે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા એક લાખ લોકો રોજગારી મેળવવા અન્ય જગ્યાએ સ્થળાંતર કરશે. આમ સરકાર આ તમામ ભાગની આવક ગુમાવશે.

હાઇવે પરના દારૂઅડ્ડા બંધ થવાથી આ સાથે જોડાયેલા લોકો નોકરીવિહોણા બનશે તેમજ એક લાખથી વધુની બેરોજગારી ઉત્પન્ન થશે. સરકાર ૫૦,૦૦૦ કરોડની કર આવક ગુમાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.