ઈતિહાસમાં પ્રથમવાર ઉત્તર કોરીયાના શાસકે દક્ષિણ કોરીયામાં પગ મુકયો: કીમ જોંગ ઉનનો હાથ પકડી કિમે સરહદ પાર કરાવી !
દક્ષિણ અને ઉતર કોરિયાની વચ્ચે દાયકાઓથી ઉભેલી દુશ્મનીની દિવાલ શુક્રવારે તુટી ગઈ. ૬૫ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ઉતર કોરિયાના કોઈ શાસકે દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુકયો હતો. ઉતર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉન શુક્રવારના રોજ સવારે બંને દેશોની સરહદ પર પહોંચ્યા અને અસૈન્ય વિસ્તારમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જેઈ-ઈન સાથે મુલાકાત કરી. આ નજારો ખુબ જ દિલચસ્પ હતો. જયારે કિમ જોંગે ઉતર કોરિયાની સરહદથી જ હાથ આગળ ધપાવ્યો અને પછી હાથ મિલાવ્યા બાદ દક્ષિણ કોરિયાના વિસ્તારમાં પ્રવેશ કર્યો. બંને દેશોના નેતાઓની વચ્ચે આ માટીંગ પર આખી દુનિયાની નજર છે.
કિંમ જોંગ ઉનએ દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુકતા જ રાષ્ટ્રપ્રમુખ મેન જેઈ-ઈને કહ્યું કે તમારું સ્વાગત છે. કોરિયન રિપોર્ટસના મતે કિમે સૈન્ય સરહદ પાર કરતાં જ મૂને કહ્યું કે તમે દક્ષિણ કોરીયા આવી ગયા છો. એવું કયારે શકય થશે, જયારે હું નોર્થ કોરિયા આવું. પછી કિમ જોંગ ઉન એ તરત મુનનો હાથ પકડયો અને ગણતરીના મીટરનું અંતર કાપી તેમને નોર્થ કોરિયાના વિસ્તારમાં લઈ ગયા. પછી બંનેનો મેન્સ લેન્ડ કહેવાતા સૈન્ય વિસ્તારમાં આવ્યા. જોકે આ વિસ્તાર સાઉથ કોરિયાના વિસ્તારમાં આવેલો છે.
બંને નેતાઓની વચ્ચે કોરિયન મહાદ્વીપમાં ન્યુક્લિઅર હથિયારોની હોડને ખતમ કરવા પર વાતચીત ચાલી રહી છે. ૧૯૫૦-૫૩માં થયેલ કોરિયાના યુદ્ધ બાદ આ પહેલો મોકો છે, જયારે ઉતર કોરિયાના શાસકે દક્ષિણ કોરિયાની સરહદ પાર કરી છે. ફુલોથી અપાયો શાંતિનો સંદેશ બંને નેતાઓએ મુલકાતની તસવીરો ખેંચાવી અને બે બાળકોએ બંને નેતાઓને ફુલ આપ્યા હતા. આ બાળકો સાઉથ કોરિયાની સરહદના એક માત્ર અસૈન્ય ગામ દાઈસિયોંગના વિદ્યાર્થી હતા. બંને નેતાઓનું પારંપરિક દક્ષિણ કોરિયન શૈલીમાં સ્વાગત કરાયું અને ગાર્ડ ઓફ ઓનર અપાયું. ત્યારબાદ મુને પોતાના ડેલિગેશનનો પરિચય કિમ સાથે કરાવ્યો અને પછી કિમ જોંગે ઉને પોતાના ડેલિગેશનનું ઈન્ટ્રોડકશન આપ્યું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com