કુલ 8996માંથી પ્રથમ પેપરમાં 3219 અને બીજા પેપરમાં 3158 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી

જુનાગઢ ખાતે યોજાયેલ જીપીએસસીની પરીક્ષામાં પરીક્ષાાર્થીઓની હાજરી કંગાળ રહેવા પામી હતી. કુલ 8996 માંથી પ્રથમ સેશનસમા 3219 અને બીજા સેશનસમા 3158 ઉમેદવારો જ હાજર રહ્યા હતા. આમ ગઈકાલની પરીક્ષામાં 65 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જો કે પરીક્ષા ભરનાર પરીક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ પેપર ઇઝી હતું. જ્યારે સેક્ધડ પેપર થોડું અઘરું હતું. ગુજરાત જાહેર સેવા આયોગ તથા જીપીએસસીની ગઈકાલે રવિવારે જુનાગઢ ખાતે પરીક્ષા યોજાય હતી. આ પરીક્ષા જૂનાગઢના 34 બિલ્ડીંગોમાં યોજાય હતી. અને કુલ 8996 ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયા હતા. પરંતુ પ્રથમ પેપરમાં માત્ર 3219 ઉમેદવારો જ હાજર રહ્યા હતા. એ જોતા પ્રથમ સેશન્સમાં 35.78% હાજરી જોવા મળી હતી. જ્યારે બપોર પછીના સેશન્સમાં કુલ 3158 ઉમેદવારો જે હાજર રહ્યા હતા. જેની ટકાવારી 34.68% રહી હતી. આમ બંને પરીક્ષાઓમાં માત્ર 35% ઉમેદવારો એ જ પરીક્ષા આપી હતી, જ્યારે 65% ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.