એનસીઆરબીના આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ડુબવાની 8710 ઘટના બની છે. જેમાં 9115 લોકોએ જીવ ગુમાવ્યા છે. બોટ દુર્ઘટનાના 39 કિસ્સામાં 65 લોકોના જીવ હોમાય ગયા છે.

પાંચ વર્ષમાં ડુબવાની 8710 ઘટનામાં 9115 લોકોના મોત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું ભાજપ સરકાર એ વડોદરાના હૃદયદ્રાવક હરની કાંડથી ઘ્યાન ભડકાવવા માટે ધારાસભ્યનું રાજીનામા કાંડ આદર્યું છે. 12 બાળકો અને 2 શિક્ષિકાઓ ના અપમૃત્યુ માટે તંત્ર ની બેદરકારી અને નિષ્કાળજી જવાબદાર છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ઘટના સ્થળે દોડી ગયા છે પણ જો ઘટના પેહલા તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર, કર્મચારીઓ, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન જઈ આવ્યા હોત તો આ ઘટના ના બનતી. ભાજપ પોતાના તંત્રની નિષ્ફળતાથી ઘ્યાન ભડકાવવા, માત્ર હેડલાઇન મેનેજમેન્ટ માટે ઘટના ના 24 કલાક ના થયા હોય ત્યારે આવું અસંવેદનશીલ પગલું ગુજરાત ને શરમાવે અને લોકતંત્ર ને લજવે તેવું છે.

છેલ્લા પાંચ વર્ષમાં ડૂબવાના 8710 ઘટના ઘટી છે જેમાં 9115 લોકો એ જીવ ગુમાવ્યા. છેલ્લા પાંચ વર્ષ માં બોટ (હોડી) અકસ્માત ના 39 ઘટના બની છે જેમાં 65 લોકો એ જીવ ગુમાવ્યા છે.

સૌથી વધુ 2019 માં બોટ (હોડી) અકસ્માતમાં 31 લોકો એ જીવ ગુમાવ્યા હતા. ડૂબવાથી વર્ષ 2022 માં 1959 જીવ ગુમાવ્યા, 2021 માં 1711, 2020 માં 1906, 2019 માં 1869 અને 2018 માં 1670 લોકો એ જીવ ગુમાવ્યા હતા.

સરકાર માત્ર સહાય અને આશ્ર્વાસન સિવાય હજુ સુધી કોઈ નક્કર પગલા લીધા નથી ત્યારે ગુજરાતના નિર્દોષ લોકોના તંત્રની બેદરકારીના લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ક્ષમતા કરતા વધારે લોકોને બોટ (હોડી)માં બેસાડાય, પુરતા લાઈફ જેકેટ ના હોય જેના ઉપર તંત્રની દેખરેખ ના હોય અને પુરતા નિયમોનું પાલન થતુ ન હોય ત્યારે નિર્દોષ જનતાએ ભોગવવું પડે છે.

તંત્ર અને સરકાર નક્કર અને જવાબદાર પગલા લે અને જે તે સરકારી મગરમચ્છોએ બેદરકારી દાખવી હોય તેમના ઉપર પણ ઉદાહરણ રૂપ પગલા લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.