ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના પગલે અન્ય રાજયોમાં પણ દેવા માફી માટે ખેડૂતોની માંગ બુલંદ: વિધાનસભાની ચૂંટણીઓ અસરગ્રસ્ત થાય તેવી શકયતા
ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં પણ ખેડુતોનું દેવુ માફ કરવાની જાહેરાત સરકારે કરી છે. ત્યારે દેશમાં ખેતીના ૯.૫૦ લાખ કરોડના દેવામાંથી ૬૫ ટકા એટલે અંદાજે ‚રૂ૬.૨૫ લાખ કરોડનું દેવું માંડી વાળવું પડે તેવી શકયતા નામાંકિત જાપાનીઝ બ્રોકરે જ કંપની નોમુરાએ અંદાજ લગાવ્યો છે. હવે દેશના અન્ય રાજયોમાં પણ ખેડૂતોને દેવા માફીની આશા બંધાઈ છે. જેના પરિણામે જે રાજયમાં ચૂંટણી નજીક છે.
તેવા રાજયોની કેતી ઉપર ગંભીર અસર થઈ શકે છે. અગાઉ ઉતર પ્રદેશે રૂ ૩૬૫૦૦ કરોડનું દેવું માફ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર રૂ૩૦,૦૦૦ કરોડનું ખેતીનું દેવુ માફ કર્યું છે. જેના પગલે પંજાબ અને હરિયાણામાં દેવા માફી માટે ખેડુતોમાં ગણગણાટ શરૂ થયો છે.
નોમુરા દ્વારા લગાવાયેલા એસ્ટીમેટ અનુસાર હાલ ખેતીનું રૂ.૯.૫૦ લાખ કરોડનું દેવું છે ખેડુતોની અપેક્ષા અને કેટલાક રાજયોમાં ચૂંટણીઓ આવતી હોવાથી ૬૫ ટકા દેવું એટલે કે રૂ.૬.૨૫ લાખ કરોડની માંડવણ કરવી પડે તેવી શકયતા છે.
ગુજરાતમાં ખેત ધિરાણનું આઉટ સ્ટેન્ડિંગ ૭૨,૦૦૦ કરોડ આગામી વિધાનસભા ચૂંટણીમાં ખેડુતોના દેવા માફીની માંગ સરકારનો માથાનો દુ:ખાવો બની જાય તેવી શકયતા છે.ગુજરાતમાં ખેત ધિરાણનું આઉટ સ્ટેન્ડીંગ ૭૨ હજાર કરોડનું છે. ચૂંટણી વર્ષ હોવાથી સરકાર ઉપર દેવા માફીનું દબાણ છે.જેનાથી રાજયના અર્થતંત્ર ઉપર ગંભીર અસર થાય તેવી શકયતા છે. અલબત હાલ તો સરકાર દેવુ માફ કરવા અંગે પોડ પાડવા તૈયાર નથી.