રાજકોટ જિલ્લા પંચાયતની આજ રોજ કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં લોઠડા સહિતની ૬૫ બિનખેતીની ફાઈલોને મંજુર કરવામાં આવી હતી. આ તકે છેલ્લા ઘણા સમયી સમિતિના નિર્ણયો સામે વિરોધ પ્રદર્શન કરનારા ચંદુભાઇ શીંગાળા અને નારણભાઇ સેલાણાની ગેરહાજરી જોવા મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ કારોબારી સમિતિના ચેરમેન રેખાબેન જીજ્ઞેશભાઈ પટોળીયા, જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેશ મકવાણા તેમજ કારોબારી સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક મળી હતી. જેમાં કુલ બિનખેતીની ૭૫ ફાઈલો મુકવામાં આવી હતી. જેમાંથી બિનખેતીની ૬૫ ફાઈલોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં છેલ્લા ઘણા સમયી વિવાદમાં સપડાયેલ લોઠડાની ૪૫ એકર જમીનને પણ મંજૂરી આપવામાં આવી હતી.
કારોબારી બેઠકમાં બિનખેતીની ફાઈલો મંજૂર કરવા ઉપરાંત અન્ય ગ્રામપંચાયતોના કામને પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયી કારોબારી બેઠકોમાં સમિતિના નિર્ણયો સામે વિરોધ નોંધાવતા કારોબારી સભ્ય ચંદુભાઇ શીંગાળા તેમજ નારણભાઇ સેલાણાની આ બેઠકમાં ગેરહાજરી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બન્ને સભ્યો અગાઉ સમિતિના નિર્ણયો સામે વિરોધ નોંધાવતા હતા. તેમ છતાં સમિતિમાં બહુમતીના જોરે નિર્ણયો લેવામાં આવતા હતા. જેથી તેઓના વિરોધની કોઈ અસર થતી ન હોવાી બન્ને સભ્યો ગેરહાજર રહયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.