બેવર્લી હિલ્સ નામની વિદેશી કં૫નીએ હવે ભારતમાં એક લીટરની પાણીની બોટલ વેચાવા મુકી છે. જેની પાણીની એક-એક બુંદ હજારો રુપિયામાં પડશે. બેવર્લી હિલ્સ 90H20નામની પાણીની બોટલ કિંમતી ઝવેરાતથી કમ નથી. કારણ કે તેની ડિઝાઇન ફેમસ જ્વેલર મારિયો. પેડિલાએ કરી છે. આ લિમિટેડ એડિશન પાણીની બોટલના માત્ર નવ જ પીસ બનાવવામાં આવ્યા છે. લકઝરિયસ કાર કે જ્વેલરી કરતા પણ મોંઘી આ લકઝરી કાર  કે જ્વેલરી કરતા પણ મોંધી આ લકઝરી એડિશનની પાણીની બોટલની બનાવટ અનોખી છે.

આ બોટલના પ્રત્યેક પીસની કિંમત એક લાખ અમેરિકન ડોલર એટલે કે લગભગ ૬૫ લાખ રુપિયા છે. આ બોટલ ‘લાઇફ-સ્ટાઇલ’ના નામે વેચાય છે. આ બોટલનું ઢાંકણુ વ્હાઇટ ગોલ્ડનું બનેલુ છે. અને એમાં ૧૪ કેરેટના ૬૦૦ વ્હાઇટ અને ૨૫૦ બ્લેક ડાયમંડ વપરાયા છે.

વિશ્વમાં બીજા નંબરની સૌથી મોંઘી પાણીની બોટલ ફ્રેન્ચ આર્ટિસ્ટ મોડિગ્લિલઆનીએ બનાવી છે. આ બોટલ ૭૫૦ મિલીલીટરની છે. અને તેની કિંમત ૬૦,૦૦૦ અમેરિકન ડોલર એટલે કે ૩૯ લાખ રુપિયા છે. આ બોટલ ૨૪ કેરેટના સોલિડ ગોલ્ડથી બનાવવામાં આવી છે તેમાં ફ્રાન્સ અને ફ્રિજનું ચોખ્ખુ પાણી છે. તેમાં પણ થોડીક સોનાની રજકણ ભેળવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.