કાચા-પાકા મકાનો, છાપરાઓ અને પાક હટાવવા વન વિભાગની ટીમે હાથ ધર્યું ડિમોલીશન
પડધરી તાલુકાના ખંઢેરી વિસ્તારના જંગલમાં ખડકાયેલા વર્ષો જુના દબાણો સામે વનવિભાગ તુટી પડયું હતુ. વનવિભાગની ટીમે 65 વીઘા જમીનમાંથી દબાણો હટાવીને તેને ખૂલ્લી કરાવી હતી.
રાજકોટ ગ્રાસ રેન્જની હદમાં આવેલ ખંઢેરી જંગલ વિસ્તારમાં આવેલ સર્વે નં .52 માં વર્ષો જુના દબાણોનો શનીવારના દિવસે છે.નાયબ વન સંરક્ષક મોરબીના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટર ઓફિસર .પી.જે.જાડેજા તેમજ રાઉન્ડ ફોરેસ્ટર વી.ડી.ગઢવી તેમજ વન રક્ષક એ.એન.ગઢવી તથા રાજકોટ ગ્રાસ રેન્જના તમામ સ્ટાફ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી કેટલાક દબાણદારોના દબાણને જે.સી.બી.ની મદદથી જંગલની જમીનમાં વાવેતર કરવામાં આવેલ પાક તેમજ પાકા મકાનો કરાયેલ જેમાં 65 – વિઘા જમીન ખુલ્લી કરવામાં આવેલ છે ,
ખંઢેરી વીડીમાં અમુક દબાણદારો દ્વારા વાવેલ ભીંડા, ગુવાર, જુવાર, મકાઇ જેવા ઉભા પાકો તેમજ પાકા મકાનો તેમજ છાપરાઓ દુર કરી દબાણ કરેલ જમીનને ખુલ્લી કરેલ છે .