- રાજ્યમાં 64 IAS ઓફિસરની બદલી
- બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બનાવાયા
- યુવા રમત ગમત વિભાગના મુખ્ય સચિવ તરીકે એમ થેન્નારસનની નિમણુંક
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરુ થઇ ગયા છે. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. અત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા બદલીનો દૌર શરુ કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે સૌથી પહેલા 64 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનરની નિમણુંક કરવામાં આવી છે. પહેલા થેન્નારસનની જગ્યાએ હવે બંછાનિધિ પાનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. AMC કમિશનર થેન્નારસન આ વર્ષનું બજેટ રજુ કરે તે પહેલા જ તેની બદલી કરી દવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડીકેને પણ પ્રમોશન આપીને GIDCના વાઈસ ચેરમેન તેમજ એમડી બનાવવામાં આવ્યા છે. સાથે જ 4 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.
ગુજરાત સરકારમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. રાજ્યના 68 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં IAS બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં છે.
રાજ્યના IAS બેડામાં મોટા ફેરફાર
એક સાથે 68 IAS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં બંછાનીધી પાની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે.
4 IASની બઢતીના આદેશ
ડૉ. વિનોદ રામચંદ્ર રાવને સરકારના સચિવ, શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને HAGના પગાર ધોરણમાં બઢતી આપી સરકારના અગ્ર સચિવના હોદ્દા પર અને સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે.
એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદને સરકારના સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અનુપમ આનંદ, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂક કરવામાં આવી છે.
મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે.
68 IAS અધિકારીઓની બદલી:
IAS પી.સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે.
IAS રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે.
IAS રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે.
અવંતિકા સિંહને GACLનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
પ્રવિણ સોલંકીને DG મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.