ગુજરાતના 130 ડેમ પર હાઇએલર્ટ, 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતાં અન્ય 98 ડેમ પણ એલર્ટ પર મુકાયા

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે ઓગસ્ટ મહિનામાં જ સવાયો વરસાદ થઇ ગયો હતો. હજુ તો ભાદરવો આખો બાકી છે ત્યારે હજુ વરસાદ આવે તેવી પૂરી શક્યતા છે. સાર્વત્રિક વરસાદ વચ્ચે ગીત યાદ આવી જાય કે ‘વાદલડી વરસી રે…સરોવર છલી વળ્યા…’ ગુજરાતમાં 207 ડેમમાં 84.88 ટકા જળસંગ્રહ થઇ ગયો છે. ગુરૂવારની સ્થિતિએ ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો થયા છે, 100 ટકા ભરાયેલા આ ડેમ પૈકી સૌરાષ્ટ્રના 34, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમોનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યારે 98 ડેમ હાઇએલર્ટ પર છે. કારણ કે ત્યાંના ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના કુલ 130 ડેમો હાઇએલર્ટ, એલર્ટ અને વોર્કિંગ સિગ્નલ પર મુકાયા છે. જે પૈકી 17 ડેમમાં 80 થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોવાથી એલર્ટ મોડ ઉપર છે. જ્યારે 15 ડેમમાં 70 થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોવાથી વોર્કિંગ આપવામાં આવી છે.

બાકીના 76 ડેમમાં 70 ટકા કે તેથી વધુ પાણી છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ ખાસ થયો નથી. જો કે હવે ત્યાંના 15 ડેમોમાં 86.56 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતનાં 17 ડેમમાં 79.88 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 ડેમમાં 78.94 ટકા, કચ્છના 20 ડેમમાં 74.68 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 73.48 ટકા અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 93.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્યપ્રદેશમાં હાલ વરસાદનું જોર ઓછું થયું છે છતાં 52 જેટલા ટોપ ડેમમાંથી ધીમેધીમે પાણી છોડાઇ રહ્યું છે અને પાણીની આવક સતત ચાલુ છે.

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવી રહેલાં પાણીનો આવરો ઓછો થઇ જતાં ડેમની સપાટી 136.70 મીટર પર સ્થિર થઇ છે. ડેમમાંથી નદીમાં છોડવામાં આવતાં પાણીનો જથ્થો ઘટાડી 10 હજાર કયુસેક કરી દેવાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે છેલ્લા ત્રણ દિવસ થી 136.70 મીટર પર સ્થિર રાખવામાં આવી રહી છે. ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છતાં મધ્ય પ્રદેશના ડેમોના પાવરહાઉસ માંથી પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

આ પાણીની આવક 70,997 ક્યુસેક નર્મદા ડેમમાં થઈ રહી છે. જેટલી આવક થઈ રહી છે એટલી જાવક હાલ કરવામાં આવી રહી છે એટલે નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા 3 દિવસથી 136.70.મીટરે સ્થિર જોવા મળી રહી છે. હાલ નર્મદા ડેમના 5 દરવાજા 0.30 મીટર ખોલી 10,000 ક્યુસેક પાણી છોડાયું.રિવર બેડ પાવરહાઉસમાંથી 42,943 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદા નદીમાં – 52,943 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે.

કેનાલમાં 17,748 ક્યુસેક છોડાઈ રહ્યું છે. આમ કુલ જાવક – 70,691 ક્યુસેક થઈ રહી છે.આવક જેટલી થાય એટલી જાવક થઈ રહી છે. હાલ રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ બંને દ્વારા લાગભ 5 કરોડની વીજળી ઉત્પાદન થઈ રહી છે. ગઈકાલે અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એ સિવાય જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યભરમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે. અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતીઓ બફારા અને ગરમીની ફરિયાદ પણ કરી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ તરફથી વરસાદ અંગે ખાસ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ખેડા અને આણંદ સહિતના વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના ડાઈરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ખાસ સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

આજે સવારથી ક્યાં કેટલો વરસાદ

જિલ્લો              તાલુકો              ઇંચ

તાપી                 વાલોદ               2

સુરત                 માંડવી               1.5

સુરત                 મહુવા               1.5

નવસારી            ખેરગાવ             1

તાપી                 સોનગઢ             1

ડાંગ                  આહવા             1

નવસારી            ગણદેવી            0.5

ઝોન વાઇઝ ડેમોમાં પાણીના સંગ્રહની સ્થિતિ

ઝોન       ડેમની સંખ્યા              ક્ષમતા   2021       2022       વધારો (ટકામાં)

નોર્થ           15                     1929       457         1669         265.2

મધ્ય           17                     2331       994         1861         87.2

દક્ષિણ        13                     8624       5606       6850         22.2

સૌરાષ્ટ્ર       141                    2588       1007       1906         89.3

કચ્છ          20                     332         66           249           277.7

નર્મદા          1                      9460       4391       8838         101.3

કુલ            207                  25264    12521    21373       70.7

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.