રાજકોટની બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે સોનાના ભાવે જીરૂં વેંચાયું હોય તેમ 1 મણના 6300 રૂપિયાના ભાવે જીરાના સોદા પડ્યા હતાં. સૌરાષ્ટ્રમાં બદલાયેલા વાતાવરણના પગલે જીરાના ઉત્પાદન સામે મોટા પડકારો ઉભા થયા છે. સરેરાશ જીરાનું ઉત્પાદન ઘટે તેવા સંજોગોને લઇને જીરૂં હવે રેકોર્ડબ્રેક ભાવે વેંચાઇ રહ્યું છે.
આજે રાજકોટ બેડી યાર્ડમાં જીરાની ઓછી આવક સામે વિક્રમજનક ભાવ ખૂલ્યા હતા અને 1 મણના 6300થી વધુ ભાવ બોલાતાં જીરાની તૈયારી કરી રહેલા ખેડૂતોમાં ભારે ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે. બજારમાં જીરાની અછત અને માંગના વધારાના પગલે હજુ આ ભાવ વધુ ઉપજે અને કપાસની સફેદ સોનાની છાપ હવે જીરૂં લઇ રહ્યું હોય તેમ જીરાના ભાવ ‘સોનરજ’ની જેમ ઉંચા દામે પહોંચી ગયા છે.