- સોમવતી અમાસે પિતૃઓને રીઝવવાને બદલે
- ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ અને જેતપુર પંથક મળી નવ સ્થળે પોલીસના દરોડા રૂ. 13.80 લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુર બહાર ખીલી છે. જેમાં ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, અને જેતપુર સીટી અને ગ્રામ્ય પંથકમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલા સહિત 63 શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા, કાર અને મોબાઈલ મળી રૂ. 13.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
વધુ વિગત મજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બધી ડામી દેવા એસપી જયપાલસિંહ રાઠોડ એ આપેલી સૂચનાને પગલે જસદણ પોલીસે બાખલવડ ગામે જાહેરમાં જુગાર રમતા, લાલજી માવજીભાઈ પાળિયા, નીતિન હકુભાઈ રાજપરા, વિપુલ ગેલાભાઈ પરમાર,હકુ વિભાભાઈ રાજપરા અને ધીરુ કુળજીભાઈ પલાળીયા નામના શખ્સોને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ 10,220ની રોકડ કબ્જે કરી છે. ધોરાજી.તાલુકા પોલીસે ઝાંઝમેર ગામે જાહેરમાં જુગટુ રમતાં, રાજુ જમનભાઈ ઘેટીયા, ભુપત વિઠ્ઠલભાઈ મોરડીયા, દુષ્યતસિંહ ઉર્ફ દિગુભા મહિપતસિંહ જાડેજા, લાલુભા પથુભા ચુડાસમા, અમૃતભાઈ વીરાભાઇ સોલંકી અને જમનાદાસ કલાભાઈ દલસાણીયા નામના પતા પ્રેમીઓને રૂ. 17.600ની રોકડ સાથે ધરપકડ કરી છે.ભાયાવદર પોલીસે ઉપલેટા ના ઢાંક ગામે જાહેરમાં જુગાર રમતા વિઠ્ઠલ વલ્લભભાઈ ગેડિયા, ગોગુ મુળુભાઈ ડાંગર, નરેશ નારણભાઈ વિરડા, ચિરાગ મગનભાઈ ગોરસીયા કેતન દિનેશભાઈ રાણપરીયા, ભુપત ઉર્ફે ભગવાનજી રામજીભાઈ ગજેરા, મિતેશ મોહનભાઈ ધામી અને મયુર પ્રેમજીભાઈ ગોરસિયાને ઝડપી લઇ , જુગારના. પટ માંથી રૂ, 31,340ની રોકડ કબ્જે કરી છે.
ગોંડલ તાલુકા.પોલીસની ટીમે વોરકોટડા ગામે આવેલા બિલેશ્વર મંદિરની સામે આવેલી નદીના પટમાં જાહેરમાં જુગાર ખેલતા, અનિલ જેન્તીભાઈ સોલંકી, ભાવસંગ રમણીકભાઈ સોલંકી, અરવિંદ વિનુભાઈ સોલંકી, વિનોદ વેલજીભાઈ સોલંકી , વનરાજસિંહ બટુકસિંહ વાઘેલા, ભરતસિંહ ભીમજીભાઇ પરમાર , તુલસી દેવશીભાઇ વિંઝુડા અને નિખિલ કિશોરભાઈ બાવડા નામના શખ્સોને રૂ. 20 હજારની રોકડ સાથે ઝડપી લીધા છે. ગોંડલ શહેરમાં વોરાકોટડા રોડ ઉપર આવેલા આવાસ યોજના ના ક્વાર્ટર નજીક જાહેરમાં જુગાર રમતા સંજય રમણીકભાઈ શિશાંગીયા, પરેશ ચંદુભાઈ ઓળવિયા, ભાવેશ જેન્તીભાઈ મકવાણા અને અરવિંદ ગોબરભાઇ શિંગાળા નામના શખ્સોને ગોંડલ પોલીસે ઝડપ લઇ,જુગારના પટમાંથી રૂ 5 હજાર કબ્જે કર્યા છે.
જયારે જામકંડોરણા પોલીસે ચિત્રવડ ગામે જાહેરમાં જુગાર ખેલતા કાળુ દામજીભાઈ બગડા, વીરભદ્રસિંહ અણદુભા ચુડાસમા, અરવિંદસિંહ મંગળસિંહ ચુડાસમા, દિલીપ કરસનભાઈ પાનસુરીયા, જુમા કાસમભાઇ ભૈયા, પ્રેમજી કરસનભાઈ સોલંકીને રૂ 11,240નિરોકડ સાથે તેમજ, સોડવદર ગામે જુગટુ રમતા બીપીન પરસોત્તમભાઈ સારીખડા, અશ્વિન નારણભાઈ સારીખડા, અમિત રવજીભાઈ સારખડા, અમિત જેન્તીભાઈ સારીખડા , વિશ્વાસ મનસુખભાઈ સારીખડા અને મનસુખભાઈ દાનાભાઈ રાઠોડ ને રૂ 11,400ની રોકડ સાથે ઝડપી લીધા છે.
- જેતપુર રણુજા સોસાયટીમાં પીધેલી હાલતમાં જુગાર રમતા ચાર પકડાયા
- જાગૃતિ નગરમાં મહિલા સંચાલિત જુગાર ધામ પકડાયું, 9 મહિલા સહિત 16ઝબ્બે
જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર રણુજા સોસાયટીમા બુટલેગરના ઘરે ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે જુગારની સાથે દારૂની મહેફિલ માણતા 4શખ્સોને રૂ.12,55,500ના મુદ્દા માલ સાથે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.જેતપુર શહેર પોલીસે જાગૃતિ નગરમા ચાલતી જુગાર ક્લબ પર દરોડો પાડી જુગાર રમતી 9મહિલા સહીત 16ની કરી રૂ. 22,740નો મુદ્દા માલ કબ્જે કર્યો છે જયારે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર ફાટક નજીક રણુજા સોસાયટીમા ધીરુ હરદાસ ચાવડા બુટલેગરના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ધીરુ હરદાસ ચાવડા,ખોડીદાસ મેઘજી દાફડા,અશ્વિન વિનુ વેગડા અને યોગીરાજ રામકુ કોટીલાની ધરપકડ કરી રોકડ રૂપિયા મોબાઈલ ફોન તથા કાર મળી રૂ.12,55,500ના મુદ્દા માલ કબ્જે કર્યો હતો દરોડા દરમિયાન જુગાર રમતા ચારે શખ્સો નશાની હાલતમાં મળી આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અને જેતપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોઈ ત્યારે ધોરાજી રોડ,જાગૃતિ નગરમા જાગનાથ મહાદેવ મંદિર નજીક શાંતિ દેવા તરખાલાના મકાનમાં બહાર થી માણસો બોલાવી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે મહિલા સંચાલિત જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમતી શાંતિ દેવા તરખાલા,જયશ્રી શૈલેષ સરવૈયા,વર્ષા કમલેશ ચોવટીયા,પુષ્પા રમણીક જોટંગીયા,શારદા વિનુ વાઘેલા,પુષ્પા મહેશ મકવાણા, અરુણ કનુ વાઘેલા,બાવ હકુ વાઘેલા,મુકેશ લખમણ વાઘેલા,વિપુલ ગોરધન ખાવડિયા,વીરેન્દ્ર હરદાસ ભુથર,દીપ લખુ ઓડેદરા,મહેશ ચીમન મકવાણા,પ્રતિભા હરસુખ વેકરીયા,દક્ષા બાલુ મોકરીયા અને ઈશા વીરેન્દ્ર ભૂથરની ધરપકડ કરી જુગારના પટ માંથી રૂ. 22,740નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.