ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું સરેરાશ મતદાન અંદાજે 63% રહ્યું છે. આ મતદાન ગત વિધાનસભા ચૂંટણીના મતદાન કરતાં નોંધનીય ઑછુ છે. પરિણામે ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.
બંને પક્ષો તેમજ નિષ્ણાંતો કોને કેટલી બેઠક મળશે તેના તર્ક વિતર્ક કરી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં માત્ર 66.75 % મતદાન થયા બાદ બીજા તબક્કામાં મતદાન વધે તે માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. છતાં મતદાનની ટકાવારીમાં નોંધનીય વધારો થયો નથી. જેથી રાજકીય પક્ષો તેમજ નિષ્ણાંતો મુંજવણમાં મુકાયા છે.
સૂત્રોમાથી માળતા આંકડા અનુસાર બનાસકાંઠામાં 66.93, પાટણમાં 62.69, મહેસાણામાં 70.4, અરવલ્લીમાં 61.65, ગાંધીનગરમાં 46, અમદાવાદમાં 51, આણંદમાં 52, ખેડામાં 63.7, મહીસાગરમાં 55, પંચમહાલમાં 64.24 તેમજ દાહોદમાં 53.85 અને વડોદરામાં 56 ટકા મતદાન થયું છે, જો કે સત્તાવાર આંકડા જાહેર થયા નથી.