રાજકોટ શહેર-ગ્રામ્યના 4 સહિત રાજયના 22 પી.આઈ.ની ટ્રાન્સફર
રાજ્યમાં ખાખીની બદલીની લાંબા સમયથી ચર્ચાઓ વચ્ચે પીએસઆઈ અને પી.આઈ.ની બદલીનો પોલીસવડા દ્વારા ગંજીપો ચીંપવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 15 સહિત 63 ફોજદારોને બદલવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ શહેર-ગ્રામ્યના 4 સહિત 22 પોલીસ ઈન્સ્પેકટરોની ટ્રાન્સફર કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પી.આઈ. પી.એસ.આઈ.ના બદલીના હુકમો કર્યા છે. રાજકોટ ગ્રામ્યના કોયલ આર.એલ.ને પાટણ, જુનાગઢના ચુડાસમા મહિપતસિંહને ભાવનગર, પટેલ કૃણાલને ખેડા, જાડેજા રવિરાજસિંહ અજીતસિંહ રાજકોટ ગ્રામ્ય પોરબંદરના હસમુખભાઈ ધાધલીયાને રાજકોટ ગ્રામ્ય, ભાવનગરના સોલંકી રણજીતસિંહને ખેડા, ચૌધરી આશાબેનને ગાંધીનગર, અમરેલીના ગોહીલ હરપાલસિંહને સુરેન્દ્રનગર, ઝાલા જીતેન્દ્રસિંહને રાજકોટ ગ્રામ્ય, કાઠીયા ગંભીરસિંહને સુરેન્દ્રનગર, રાજકોટ શહેરના ડાંગર નીતાબેનને મોરબી, પીયુષ કુમાર કેશવને અમદાવાદ, નરેશકુમાર રાજપુરોહીતને અમદાવાદ, અમદાવાદ શહેરના વાઘેલા વંદનાબેનને મોરબી, પરમાર કુસુમબેનને અમરેલી, હડીયા કનુભાઈને અમરેલી, સોંદરવા ચીમનભાઈને મોરબી, પાટણના રામજીભાઈ જરુને દ્વારકા, વડોદરા શહેરના ડાંગ ખેંગારભાઈને વડોદરા, જુનાગઢ પી.ટી.સી.ના સોઢા શકિતસિંહ પી. તાપી ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે રાજકોટ એ-ડીવીઝનમાં કે.એન.ભુંકાણને અમદાવાદ શહેર, રાજકોટ શહેર યુનિ.ના વી.એન.મહીડાને ખેડા, રાજકોટ ગ્રામ્યના એમ.આર.સંગાડા વડોદરા શહેર, શ્રીમતી એસ.આર. નિનામા સીઆઈડી ક્રાઈમ, જુનાગઢ પી.ટી.સી.ને એચ.વી.ઘેલાને મોરબી, ડી.એમ.રાવલને અરવલ્લી, વડોદરા શહેરના જે.એમ.જાડેજાને ગાંધીધામ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે.