રોટરી કલબ દ્વારા રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્લેટ ફોર્મ નં.૧ પર ડસ્ટબીન ફાળવવામા આવ્યું છે. લોકાર્પણના આ કાર્યકમ્રમાં ડીઆરએમ પી.બી. નિનાવે, પૂર્વ ડે. મેયર દર્શિતા શાહ તથા રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ હિતા મેહતા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રોટરી કલબે રાજકોટમાં ૧૨, ભકિતનગરમાં ૮, વાંકાનેરમાં ૮, પડધરીમા ૬, થાનમાં ૪, જામનગરમાં ૧૦ અને ખંભાળીયા ૮ તેમજ દ્વારકા રેલવે સ્ટેશન પર ૬ ડસ્ટબીન ફાળવવામા આવ્યા છે. રેલવે સ્ટેશનોની સ્વચ્છતા માટે આ વ્યવસ્થા જરૂરી હતી.રોટરી ઈન્ટરનેશનલ કલબ તરફથી રેલવે પ્રેમાઈસીસમાં ૩૪ ડસ્ટબીન અને ૧૭ સેટ અહીયા આપવામાં આવ્યા હતા. જેમાં એક ભીના કચરા માટે અને બીજુ સુકા કચરા માટે રાખવામા આવ્યું હતુ જયારે રાજકોટ રેલવે સ્ટેશન પર ૬ સેટ લગાવામા આવ્યું છે. પ્લેટફોર્મ નં.૧ પર ૪ અને પ્લેટફોર્મ નં. ૨ પર ૨ સેટ લગાવામાં આવ્યા હતા. ડી.આર.એમ. નિનાવેએ સ્વચ્છ અભિયાનને લઈ સહયોગ આપવા બદલ રોટરી ઈન્ટરનેશનલ કલબનો આભાર વ્યકત કર્યો હતો.
રોટરી કલબ રાજકોટના પ્રેસીડન્ટ હીના મહેતાએ જણાવ્યું હતુ કે રોટરી કલબ રાજકોટ હંમેશા સેવાકીય કામ માટે અગ્રેસર રહી છે. અને કમ્પ્યુનીટી સર્વીસ માટે પુરેપુરરૂ યોગદાન આપેલ છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના ભાગ રૂપે રોટરી કલબ દ્વારા રાજકોટ ઝોનના તમામ રેલવે સ્ટેશન પર ડસ્ટબીન મૂકવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.
જે અંતર્ગત રાજકોટ ઝોન ખાતે કુલ ૪૦ જેટલી ડસ્ટબીન મૂકવામાં આવી છે. ભવિષ્યમાં રેલવે સ્ટેશન સિવાય શહેરનાં જાહેર માર્ગો પર પણ ડસ્ટબીન મૂકવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવશે ભીનો અને સુકો કચરા માટે બે અલગઅલગ ડસ્ટબીન મૂકવામા આવી છે.