કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ અને ભાજપના કુંવરજીભાઈ બાવળિયા સહિતનાનું ભાવિ ઈવીએમ માં સિલ

 

જસદણ વિધાનસભા બેઠક માટે નોંધાયેલા 1,34,033 પુરુષ તથા 1,22,312 સ્ત્રી મતદારો મળી કુલ 2,56,345 મતદારો પૈકી 90113 પુરુષ મતદારો તથા 69706 સ્ત્રી મતદારો મળી કુલ 1,59,819 મતદારોએ મતદાન કરતા સરેરાશ 62.35 ટકા મતદાન નોંધાયું હતું. જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ, નાયબ ચૂંટણી અધિકારી સંજયસિંહ અસવાર, નાયબ મામલતદારો બી.એચ. કાછડીયા સહિતની જસદણ ચૂંટણી તંત્રની ટીમ દ્વારા શાંતિપૂર્ણ મતદાન માટે કામગીરી કરવામાં આવી હતી. જસદણ પીઆઈ તપનભાઈ જાની, પીએસઆઇ એસ.એમ. રાદડિયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જસદણ વિધાનસભા બેઠકના તમામ 261 મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું.

જસદણ બેઠકમાં સૌથી વધારે મતદાન કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલના ગામમાં બુથ નંબર 179 બંધાળી 2 નામના મતદાન મથક ઉપર 89.59 ટકા મતદાન નોંધાયું હતું જ્યાં કુલ 701 મતદારોમાંથી 628 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન બુથ નંબર 220 ઝુંડાળા 1 નામના મતદાન મથકમાં માત્ર 43.24 ટકા નોંધાયું હતું જ્યાં 740 મતદારોમાંથી ફક્ત 320 મતદારોએ મતદાન કર્યું હતું. કોળી સમાજના દિગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા, કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહેલ તથા આપના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરા, અપક્ષ ઉમેદવાર દેવરાજભાઈ મકવાણા સહિતના કુલ પાંચ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. જસદણ બેઠકમાં નોંધાયેલું 62.35 ટકા મતદાન એ છેલ્લા બે દાયકાની છ ચૂંટણીનું સૌથી ઓછું મતદાન છે. કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલના વતન બંધાળી-1 નામના મતદાન મથકમાં 89.10 ટકા તેમજ બંધાળી -2 નામના મતદાન મથકમાં 89.59 ટકા મતદાન નોંધાયું હતું.

જ્યારે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાના વતન કંધેવાળીયા ગામમાં કંધેવાળીયા -1 મતદાન મથકમાં 78.53 ટકા તેમજ કંધેવાળીયા -2 નામના મતદાન મથકમાં 73.67 ટકા મતદાન નોંધાયું હતું. જસદણ શહેરમાં સૌથી ઓછું મતદાન મતદાન મથક નંબર 131 જસદણ -12 નામના ક્ધયા તાલુકા શાળા રૂમ નંબર 2 ના મતદાન મથકમાં 47.35 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જસદણ શહેરમાં સૌથી વધુ મતદાન મતદાન મથક નંબર 149 જસદણ-30 નામના પ્રાથમિક કુમાર શાળા ટાવર ચોકના બુથમાં 71.21 ટકા મતદાન યોજાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.