ટ્રક, ત્રણ કાર અને દારુ મળી રુા.40 લાખનો મુદામાલ કબ્જે
બામણબોર ચેક પોસ્ટ, લોઠડા, રતનપર, સોખડા અને પોલીસ કમિશનર કચેરી પાસેથી વિદેશી દારુ અંગે પોલીસના દરોડા
શહેરમાં વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી શરુ કર્યા બાદ વિદેશી દારુના ધંધાર્થીઓ પર પણ પોલીસે ધોસ બોલાવી છે. ગઇકાલે બામણબોર ચેક પોસ્ટ, લોઠડા, સોખડા અને પોલીસ કમિશનર કચેરી પાસે દારુ અંદે દરોડા પાડી રુા.25.69 લાખની કિંમતની 6,168 બોટલ વિદેશી દારુ સાથે છ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારુ, ત્રણ કાર અને ટ્રક મળી રુા.40 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસે દારુના ગુનામાં ઝડપેલા છ શખ્સો પૈકી પોલીસ કમિશનર કચેરીમાં સ્પેશ્યલ બ્રાન્ચમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા શખ્સની સંડોવણી બહાર આવતા તેની પણ ધરપકડ કરી છે.
પોલીસ કમિશનર કચેરી પાસેથી 68 બોટલ દારુ સાથે ટ્રાફિરક વોર્ડન પકડાયો
પોલીસ કમિશનર કચેરી પાસે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની આઇ-20 પાર્ક કરેલી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના ધ્યાને આવતા કારને ટોઇંગ કરવા પ્ર.નગર પોલીસને જાણ કરતા પી.આઇ. વસાવા અને પી.એસ.આઇ. એ.એ.ખોખર સહિતના સ્ટાફ કાર પ્ર.નગર પોલીસ મથકે લાવી તલાસી લેતા તેમાંથી રુા.34 હજડારની કિંમતની 68 બોટલ વિદેશી દારુ મળી આવ્યો હતો.
કારમાંથી મળી આવેલી આરસી બુકમાં અમદાવાદના દસકોઇના મુકેશ મગન ઠાકોરની મળી આવી હતી આ અંગે તપાસ કરતા તેને કાર રાજકોટના ગુરુપ્રસાદ ચોકમાં કૃષ્ણનગર-1માં રહેતા અને સ્પેશ્યલ બ્રાન્ચમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા કરણ ભોલારી નામના શખ્સને વેચાણ આપ્યાનું બહાર આવતા પોલીસે ટ્રાફિક વોર્ડન કરણ ભોલારીની ધરપકડ કરી વિદેશી દારુ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પૂછપરછ હાથ ધરી છે. આ પહેલા પણ યુનિર્વસિટી પોલીસે બે ટ્રાફિક વોર્ડનને વિદેશી દારુ સાથે પકડયા હતા.
દારૂના કટીંગ માટે એ.પી. સેન્ટર બનેલું
બામણબોર નજીક ટ્રકમાં 19.41 લાખનો વિદેશી દારૂ પકડાયો
4620 બોટલ દારૂ, વાહન, રોકડ અને મોબાઇલ મળી રૂ. 29.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો
રાજકોટના પ્રવેશદ્વાર સમાન બામણબોર પંથકમાં વિદેશી દારૂના કટીંગ માટે જાણીતુ બન્યુ છે. અવાર-નવાર વિદેશી દારૂના જંગી જથ્થો પકડાય છે
તેમજ તાજેતરમાં એસએમસી અને એરપોર્ટ પોલીસ મથકે વિદેશી દારૂ ભરેલા એક-એક ટ્રક ઝડપી પાડયા બાદ એરપોર્ટ પોલીસે બામણબોર ચેક પોસ્ટ પાસે ટ્રકમાંથી રૂા.19.41 લાખની કિંમતનો દારૂ સાથે ચાલકની ધરપકડ કરી રૂા.29.71 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા બામણબોર નજીક એરપોર્ટ પોલીસ મથકના પી.આઈ. એમ.એ.જનકાંત સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. ત્યારે બામણબોર ચેક પોસ્ટ નજીક આર.જે.19 જીબી5197 નંબરના પાર્ક કરેલા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની મળેલી બામતીના આધારે પી.એસ.આઈ. એ.કે.રાઠોડ, એએસઆઈ જે.એલ.બાળા, વાય.બી.ચૌહાણ અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. ટ્રકમાં કોલસાની આડમાં ચોરખાનામાં છુપાવેલો રૂા.19.41 લાખની કિંમતનો 4620 બોટલ દારૂ સાથે રાજસ્થાનના જાલોર જીલ્લાના જેઠારામ હીરારામ જાખડ નામના ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોલીસે દારૂ-વાહન, રોકડ, મોબાઈલ મળી રૂા.29.71 લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ શખ્સની પૂછપરછ હાથ ધરી છે.
રતનપર: કારમાંથી 744 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
મોરબી રોડ પર આવેલા રતનપર ગામની રામધામ સોસાયટીમાં રેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જેઠવા નામના શખ્સ જીજે 1પ કે 8402 નંબરની કારમાં વિદેશી દારૂની ડિલીવરી કરવા આવી રહ્યાની ઝોન-1 એલસીબીના પી.એસ.આઇ. બી.વી. બોરીસાગર અને હિતેશભાઇ પરમારને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી કારમાંથી રૂ. 2.18 લાખની કિંમતનો 744 બોટલ દારૂ સાથે કુલદીપસિંહ જેઠવાની ધરપકડ કરી દારુ વાહન અને મોબાઇલ મળી રૂ. 3.20 લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સ બી ડીવીઝન પોલીસ મથકના ચોપડે દારુના ગુનામાં ચડી ચુકયો છે. આ દરોડાની કામગીરી પી.એસ.આઇ. આર.એચ. કોડીયાતર હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહે ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જીતુભા ઝાલા, હિતેશભાઇ પરમાર, રવીરાજભાઇ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા સહીતના સ્ટાફે કામગીરી બજાવી હતી.
લોઠડા: રૂ. 3.48 લાખના વિદેશી દારૂ સાથે ત્રણ પકડાયા
બજરંગ ઇન્ડસ્ટ્રીઝના રોડમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી કાર અને 696 બોટલ કબ્જે કયો
રાજકોટ કોટડા સાંગાણી માર્ગ પર આવેલા લોઠડા ગામે બજરંગ ઇન્ડસ્ટ્રીઝ શેડમાં ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી રૂ. 3.48 લાખની કિંમતનો 696 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાર અને દારૂ મળી રૂ. 5.03 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટના ગંજીવાડાના ક્રિપાલ દેવજી ગોહિલ અને નવા થોરાળાના રૂત્વીક વિનોદ મકવાણા નામના શખ્સ રાજકોટની ભાગોળે આવેલા લોઠડા ગામે બજરંગ ઇન્ડસ્ટ્રીઝમાં શેડ નંબર-7 માં વિદેશી દારૂનો કીટીંગ કરતા હોવાની ક્રાઇમ બ્રાંચના પી.આઇ. બી.ટી. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ પરમાર, કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા અને રણજીતસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન રૂ. 3.48 લાખની કિંમતનો 696 બોટલ વિદેશી દારૂ સાથે ક્રિપાલ ગોહેલ અને રૂત્વીક મકવાણાની ધરપકડ કરી કાર અને દારૂ મળી રૂ. 5 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા ક્રિપાલ ગોહેલ સામે લોધીકા અને રાજકોટ શહેરમાં ચાર દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો રઝાક ઉર્ફે ડોકટર શાહમદાર નો હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
સોખડા ચોકડી નજીક રેઢો 60 બોટલ દારૂ પકડાયો
સોખડા ચોકડી પાસે વિચ્છચ્છરાજ ટી સ્ટોલ નજીક બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.ડી. વસાવા અને કોન્સ્ટેબલ રોહીતદાન ગઢવી સહિતના સ્ટાફે દરોડા પાડી રૂ. 27600 ની કિંમતનો 60 બોટલ દારુ પકડી પાડી નાશી છુટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.