સુરતની નવી સિવિલ હોસ્પિટલથી 60મુ અંગદાન નર્મદાના ડેડીયાપાડાના વતની એવા આદિવાસી પરિવારના બ્રેઈનડેડ અજબસિંગ વસાવાના બે લિવર તથા એક કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે 60મું સફળ અંગદાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 60મું સફળ અંગદાન થયું હતું. નર્મદાના ડેડીયાપાડાના બ્રેઈનડેડ અજબસિંગ વસાવાનું અકસ્માત થતા બે લિવર તથા એક કિડનીનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઉપલા ફળિયા ખાતે રહીને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા 46 વર્ષીય અજબસિંગ વસાવા તા.22/09/2024ના રોજ ગાડી પર ખુદાદીથી બલગામ જતા હતા ત્યારે નાનીસિંગલોટી પાસે સામેથી બાઇક આવતાં સામસામે એક્સિડેન્ટ થયું હતું. પ્રાથમિક સારવાર માટે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ રાજપીપળા હો.રીફર કર્યા હતા. વધુ સારવાર માટે ખાનગી એમ્બુલન્સ દ્વારા અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં ત્યાથી યુનિક હોસ્પિટલમાં લઇ જઈ તમામ રિપોર્ટ કે સારવાર કરી કર્યા પણ વધુ ગંભીર હાલત હોવાથી ડોકટરોના કહેવાથી નવી સિવીલ હોસ્પિટલમાં તાઃ 26મીએ દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર અર્થે લવવામાં આવેલ ઇમરજન્સીમાંથી ICUમાં શિફટ કરવામાં આવેલ હતાં. સધન સારવાર બાદ હેડ ઈન્જરીના કારણે તાઃ 28 મીએ ડો.હેમલ તથા ડો.કેયુર પ્રજાપતિ, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. વસાવા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ અજબસિંગના ધર્મ પત્ની રમિલા, દિકરી રંજના, કૌશલ્યા તથા પુત્ર દેવિન્દ્ર વસાવા દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી.
આજે તા.28મી સપ્ટે.એ બ્રેઈનડેડ અજબસિંગભાઇની બન્ને કિડનીઓ તથા લિવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 60મું અંગદાન થયું છે.