દેશમાં આર્થિક સ્થિરતા, ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ, મેઈક ઈન ઈન્ડિયા મુવમેન્ટ જેવા આયોજનોથી અર્થતંત્રએ વિકાસની રાહ કંડારી
દેશના અર્થતંત્રને બેલેન્સ કરવામાં ઉદ્યોગનો સૌથી મહત્વનો ફાળો હોય છે. કોઈપણ દેશના વિકાસને વેગવંતો કરવા આર્થિક સ્થિતિ મજબૂત હોવી જોઈએ ત્યારે અર્થતંત્રના પાયા સમાન નવ ઉદ્યોગકારોનું સન્માન રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટિવ કોઉન્સિલના ૬૦મી વર્ષગાંઠ નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરવો અને દેશમાં આર્થિક સ્થિરતા કેવી રીતે લાવી તે હેતુસર અનેક આયોજનો કરવામાં આવ્યા હતા. આ તકે કેએસપીસી દ્વારા એવા ૯ રત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેવોએ પોતાની આગવી લાક્ષણિકતા મુજબ દેશને વિકાસના રથ પર અગ્રેસર કર્યા હોય. આ સન્માન સમારોહમાં રામકૃષ્ણ મિશન રાજકોટના નિખીલેશ્વરાનંદજી, સીરીશ પાલીવાલ, મનહરભાઈ મજેઠીયા, હસુભાઈ દવે તથા મૌલેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યાં હતા.
ઉદ્યોગ જગતના ૯ રત્નોનું સન્માન ગૌરવની બાબત: હસુભાઈ દવે
કેએસપીસીના અધ્યક્ષ હસુભાઈ દવે એ માહિતી આપતા જણાવ્યું હતું કે જ્યારે કેએસપીસી ની બેઠક મળી ત્યારે સભ્યો દ્વારા જાણવામાં આવ્યું હતું કે આ ૬૦મી વર્ષગાંઠ થોડી અલગ રીતે મનાવવામાં આવે જેથી આ સપ્તાહે જે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તેમાં નવ રત્નો ને એવોર્ડ દેવાનું પણ વિચારાયું જેથી તેનો પણ મનોબળ મજબૂત બને અને આવનારા દિવસોમાં તે દેશના વિકાસ માટે અહમ ભૂમિકા ભજવી શકે.
જેમાં રમેશભાઈ પટેલ, ટાટા કેમિકલ ના જનારધનભાઈ, રિલાઈનસ કોર્પોરેટ ખાવડી ના મનોજભાઈ અંતાણી, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી વેરાવળના કે. વેણુગોપાલ, જ્યોતિ સીએનસીના ગિરિરાજસિંહ રાઓલ, બાન લેબ ના મૌલેશભાઈ ઉકાની, એચજે ઇન્ડસ્ટ્રીના એ.એન ચંદ્રમૌલિ, પ્રશાંત કાસ્ટિંગના ગોવિંદભાઇ અને પી.એમ ડીઝલ ના નિતીન ભાઈ પટેલ ઉપસ્થીથ રહ્યા હતા અને આ તમામ ને નવ રત્ન તરીકે અલગ અલગ પ્રકાર ના એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા.
૨૦૩૦ સુધીમાં કાચા માલનો વપરાશ ૧૨ થી ૧૫ બિલિયન ટન રહેશે: શીરીશ પાલીવાલ
કેએસપીસીની ૬૦મી વર્ષગાંઠ નિમીતે શીરીશ પાલીવાલ એ જણાવ્યું હતું કે ભારત માં સરમાં સારી કોઈ ઉત્પાદન માટેની સંસ્થા હોઈ તો તે કેએસપીસી છે. હાલ ભારત દેશમાં ઇસઝ ઓફ ડુઇંગ વ્યાપારને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. ભારત દેશ ઉત્પાદનમાં ખૂબ સારી રીતે આગર વધી રહ્યું છે.
જેથી આવનારા ૧૦ થી ૨૦ વર્ષ માં આજ એટલે કે ઉત્પાદન માં કઇ રીતે મહત્તમ વધારો કરવો તે બાબતે ચર્ચા કરાશે. હાલ ભારત દેશના જીડીપીની વાત કરીયે તો તે ૭ થી ૮ ટકા નો છે. મેક ઇન ઇન્ડિયા મુમેન્ટથી આવનારા ૨૦૨૦ થી ૨૦૩૦ સુધી રો મટીરીએલનો વપરાશ ૧૨ થી ૧૫ બીલીયન ટન રહેસે જે નીતિ આયોગનું માનવું પણ છે.
ત્યારે ટેકનોલોજી ના માધ્યમથી ડિસપોસલ કરતા તેનો રિયુઝ થાય તે મહત્વનું છે. ભારત દેશ એ હવે સર્ક્યુલર ઇકોનોમી તરફ આગળ વધવું પડશે. ભારત દેશ ને હોવી ડિસાઈડ ફોર્મ્યુલાથી આગર વધવું પડશે. જેમાં ડી એટલે ડિઝાઇન ..ઈ એટલે એજ્યુકેશન… સી એટલે કોલાબ્રેશન…. આઈ એટલે ઇનોવેશન ….ડી એટલે ડિજિટાઇઝશન… અને ઇ એટલે એનર્જી એફિસીયનસી…જો આનો સમન્વય થાઈ તો ભારત ખૂબ ઉચ્ચ શિખર ઉપર બેસી શકે.