બ્રાસ બેન્ડ અને કોરસ ગ્રુપ સંગાથે ખ્યાતનામ સિંગરો ધુમ મચાવશે
ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થઝોનનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારિવારીક વાતાવરણમાં ૫૦૦૦થી વધુ ખેલૈયાઓ મનમુકીને રમી શકે તે માટે અતિઆધુનિક જેબીએલની મ્યુઝીક સિસ્ટમ રાખવામાં આવી છે. લેઉવા પટેલ સમાજના ભાઈ બહેનો ઉપરાંત દરેક સમાજના બહેનો પણ આ વર્ષે ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોનમાં ગરબે રમી શકશે.
અબતકની મુલાકાતે આવેલા સમાજના આગેવાનોને જણાવ્યું હતુ કે ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોન દ્વારા ૧૫૦ ફૂટ રીંગરોડ, નાનામવા સર્કલ પાસે, પેટ્રોલ પંપની બાજુમાં તા.૧૦ થી ૧૮ ઓકટોબર સુધી ઝાઝરમાન આયોજન કરવામાં આવ્યુંં છે. આ વર્ષે ગરબાના સ્પેશિયલ સીંગર દિપક જોશી, હાર્દિક ડોડિયા, હિના મીર તેમજ એન્કર તરીકે મીરા દોશી મણીયાર તેમજ મિલન ગોહેલ મેગાસ્ટાર ઓરકેસ્ટ્રાને સથવારે રાસની રમઝટ બોલાવશે. ખેલૈયાઓને મ્યુઝીક અને રીધમ તરીકે આરીફ ચીના ખેલૈઓને મન મૂકીને જુમવા મજબુર કરશે. ગુજરાતનું નામાંકીત સાઉન્ડ જેબીએલ વર્ટીકલ ૪૮૮૯-૧ રાખવામા આવી છે. આ વખતે પ્રથમવાર બ્રાસ બેન્ડના સુર પણ નોર્થ ઝોનમાં સાંભળવા મળશે. રાસ મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીના નવે નવ દિવસ દરમ્યાન વેલ ડ્રેસ તથા કિડસ માટે પણ ઈનામોની વણઝાર રાખવામાં આવી છે.
નવરાત્રી મહોત્સવમાં પરિવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે. ખોડલધામ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે સિકયુરીટી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને સ્વયં સેવકોની ફોઝ મેદાનમાં તેનાત રહેશે. આયોજન સમિતિ દ્વારા વિશાળ પાર્કિંગ રાખવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે ખોડલધામ ટ્રસ્ટ કાર્યાલય (નોર્થઝોન) કિંગ હાઈટસ એપાર્ટમેન્ટની બાજુમાં નર્મદા પાર્ક સામે, અમીન માર્ગ, રાજકોટ ખાતે (મો. ૯૦૩૩૪ ૧૬૦૫૩ ઉપર સંપર્ક સાધવાનું જણાવાયું છે. ખોડલધામ નોર્થ સમિતિના પ્રમુખ કિશોરભાઈ પાંભર, રાજેશભાઈ પરસાણા, નીલદીપભાઈ તડાવીયા, જયેશ દુધાત્રા, મિતુલભાઈ દોંગા, નિલેશ વિરાણી, મનસુખભાઈ વેકરીયા, શૈલેષભાઈ રંગાણી, અરવિંદભાઈ અસલાલીયા અને અશ્ર્વીનભાઈ પાંભર, વિજયભાઈ ઝાલાવડીયા, આકાશ વેકરીયા, મનિષ ફળદુ, મોહિતભાઈ પરસાણા, ચેતનભાઈ સગપરીયા, અતુલભાઈ પારેલીયા, મહેશભાઈ ગોંડલીયા, ભીખાભાઈ પટેલ, દિપેશ વેકરીયા, મૌલીકભાઈ પરસાણા જહેમત ઉઠાવી રહ્યા છે.