મેગા ફાઈનલમાં વિજેતા બહેનો ઉપર લખેણા ઈનામોનો વરસાદ: અનેક મહાનુભાવોએ માણ્યા રાસ ગરબા

ડીએચ કોલેજના મેદાનમાં સરગમ લેડીઝ ક્લબ દ્વારા આયોજિત ગોપી રાત સૌના મેગા ફાઈનલ માં રાત્રે સૂરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિજેતા બનેલી બહેનો સરગમી ક્વીન થવા માટે થનગનતી હતી.  ગોપી રાસોત્સવમાં રમનારી 600 બહેનોને તેજસભાઈ રાજુભાઈ રાજદેવ તરફથી કલાત્મક બાજોઠની લ્હાણી પણ કરવામાં આવી હતી. મેગા ફાઈનલ માં બહેનોનું પરફોર્મન્સ જોઈને નિર્ણયકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. અંતે 22 બહેનોને પસંદ કરીને તેમને પણ લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. ગોપિરાસ માં ઓરકેસ્ટ્રા તરીકે મનસૂરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી મ્યુઝીકલ કલર્સ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે. નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, ભાવનાબેન માવાણી,માયાબેન પટેલ સેવા આપેલ. સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ પરિવારના ચેરમેન શ્રી વજુભાઈ વાળા તેમજ સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોંલકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા બને કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.