ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 600 અંક ઘટીને 36092 પર કારોબાર કરી રહ્યો છે.
નિફ્ટી 175 અંક ઘટીને 10626 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઈન્ડસઈન્ડ બેન્ક 4.74 ટકા ઘટીને 514.00 પર કારોબાર કરી રહ્યો છે. એક્સિસ બેન્ક 4.47 ટકા ઘટીને 420.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઈન્ફોસિસ, નેસ્લે સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઈન્ફોસિસ 0.28 ટકા વધી 798.95 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 0.06 ટકા વધી 16,977.00 પર કારોબાર કરી રહ્યો છે.