સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, સંસદ સભ્ય, મેયર, ડે.મેયર, બોર્ડ નિગમના ચેરમેન, પ્રભારી, ઈન્ચાર્જ સહિતના નેતાઓ જમાવડો
આજથી બે દિવસ દિલ્હી ખાતે રામલીલા મેદાન પર ભાજપાનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ઉદઘાટન અને સમાપન સત્ર સંબોધશે.
ગુજરાતમાંથી અંદાજે ૬૦૦ જેટલા આગેવાનો રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવાના છે. જેમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ કોર ગૃપ, મોરચાના પ્રમુખો, સંસદસભ્ય-ધારાસભ્યો, બોર્ડ-નિગમના પદાધિકારીઓ, જીલ્લા પંચાયત-મહાનગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખો તથા મેયર-ડેપ્યુટી મેયરો, જીલ્લા-મહાનગરના પ્રભારી, પ્રમુખ-મહામંત્રીઓ, લોકસભા સંચાલન સમિતિ, લોકસભા વિસ્તારક, લોકસભા સીટ પ્રભારી, ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ, આઇ.ટી.સોશીયલ મીડિયા, લીગલ તથા મીડિયા સેલના પદાધિકારીઓ સહિત પ્રદેશના આગેવાનો ભાગ લેશે.
આ બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનમાં આવનાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા કયા કયા પ્રકારના કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક સ્વરૂપે કરવામાં આવનાર છે તેના વિશે માર્ગદર્શન આ રાષ્ટ્રીય અધિવેશનમાં આપવામાં આવશે. કેન્દ્રમાં ભાજપની સરકારની પુન: રચના થાય અને પૂર્ણ બહુમત સાથે ભાજપાની સરકાર કેન્દ્રમાં સપિત થાય. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પ્રાપ્ત થાય તેના માટે એક આગવા પ્રકારના આયોજન માટે આ રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવી રહ્યું છે. આ અધિવેશનમાં ભાગ લેવા માટે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મહામંત્રીઓ તા અન્ય આગેવાનો પ્રસન કરી ચૂક્યા છે.
અપેક્ષા કરતાં વધુ ખાટલા બેઠકોનું આયોજન થયુ છે. એક લાખ ખાટલા બેઠકો એટલા માટે જણાવવામાં આવી હતી કારણ કે, એક લોકસભા બેઠકમાં ૪૦૦ જેટલા શક્તિ કેન્દ્રો આવેલા હોય અને એક શક્તિ કેન્દ્રમા આશરે દસ કે તેથી વધારે ખાટલા બેઠકનું આયોજન થાય તો ૨૬ લોકસભા બેઠક પ્રમાણે આશરે એક લાખ કરતા વધુ ખાટલા બેઠક યોજાય તે સિવાય મોરચાઓ દ્વારા તથા અન્ય આગેવાનો દ્વારા પણ ખાટલા બેઠકો યોજવામાં આવી છે. આમ, દસ દિવસમાં એક લાખી વધારે ખાટલા બેઠકો યોજાયેલ છે.
દેશ માટે ઐતિહાસિક કહી શકાય તેવું એક કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દ્વારા નોકરીઓ તા શિક્ષણમાં રાહત માટે બિન અનામત વર્ગને દસ ટકા ઈબીસી ફાળવવાની જાહેરાત કરવામાં આવી તથા ટૂંક સમયમાં લોકસભા અને રાજ્ય સભામાં તેનું બીલ પસાર કરવામાં આવ્યુ છે.
જે બિન અનામત વર્ગના સમાજોને અન્ય અનામતના લાભો પ્રાપ્ત તા ની તેવા સમાજોના ગરીબ પરિવારોને કે જેઓની આર્થિક પરીસ્થિતિનબળી છે તેમને અન્ય નોકરીતા શિક્ષણ ક્ષેત્રે પુરતા લાભો પ્રાપ્ત થાય તે માટે કેન્દ્ર સરકારે ૧૦ ટકા ઇબીસીની વ્યવસ કરવામાં આવી છે તેના માટે સમસ્ત પ્રદેશ ભાજપા સંગઠન તરફી અભિનંદન પાઠવવામાં આવે છે તેમ ભાજપના પ્રદેશ પ્રવકતા આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું.