રાજયકક્ષાની તરણ સ્પર્ધામાં અબોવ ૪૦-૬૦માં ૭૦થી વધુ ખેલાડીઓએ કૌવત બતાવ્યું: કચ્છ-સુરતના તરવૈયાઓએ બાજી મારી

રાજકોટના સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગરમાં ૬ નવેમ્બરથી રાજયકક્ષાની તરૂણ સ્પર્ધા ચાલી રહી છે. જેમાં આજે અબોવ ૪૦-૬૦ વય જુથનાઓની સ્વિમીંગ સ્પર્ધા યોજાઈ હતી અને રાજયના જુદા જુદા શહેરોમાંથી લગભગ ૭૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જુવાનીયાઓને પણ શરમાવે તેવું કૌવત બતાવ્યું હતું.રાજયકક્ષાની તરૂણ સ્પર્ધામાં અબોવ ૪૦ ૫૦ મી ફ્રી સ્ટાઈલમાં પ્રથમ ક્રમે સુરતના વિનોદ સારંગ, ૧૦૦ મી. ફ્રી સ્ટાઈલમાં પણ વિનોદ સારંગ તેમજ ૫૦ મી. બેક સ્ટોક ખેડા-નડીયાદના સ્નેહલ શાહે બાજી મારી હતી. જયારે અબોવ ૪૦ ૫૦ મી.બેસ્ટ સ્ટોકમાં સુરતના શૈલેષ સેલર પ્રથમ ક્રમે તેમજ ૫૦મી બટર ફલાય સ્ટોકમાં પ્રથમ ક્રમે સુરતના વિનોદ સારંગ વિજયી રહ્યા હતા. આમ અબોવ-૪૦ તરૂણ સ્પર્ધામાં સુરત સીટી અવ્વલ નંબરે રહ્યું હતું.રાજયકક્ષાની અબોવ-૬૦ વયજુથ તરૂણ સ્પર્ધામાં ૫૦મી ફ્રી સ્ટાઈલ અને ૧૦૦મી ફ્રી સ્ટાઈલમાં કચ્છના જયેન્દ્ર શુકલ પ્રથમ ક્રમે રહી વિજેતા બન્યા હતા. જયારે ૫૦મી. બ્રેક સ્ટોકમાં કચ્છના કિરીટભાઈ ઈચ્છા પોરીયા અને ૫૦મી. બ્રેસ્ટ સ્ટોકમાં સુરતના ભગવતી સેલર પ્રથમ ક્રમે રહ્યા હતા. ૫૦મી બટરફલાય સ્ટોકમાં કચ્છના જયેન્દ્ર શુકલ પ્રથમ રહી ત્રણ ઈવેન્ટમાં પ્રથમ બન્યા હતા. હજુ આવતીકાલે પણ અબોવ ૪૦-૬૦ વયજુથની અલગ અલગ સ્પર્ધાઓ યોજાવાની છે. રાજયકક્ષાની ત‚ણ સ્પર્ધાનો વિપુલભાઈ ભટ્ટ (ક્ધવીનર) સહિતના કર્મચારીઓએ સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.