૩૩ વર્ષના પૂર્વ આર્મી ઓફિસર દેવેન્દ્રનાથ રાયને ૧૯૯૧ મથુરાની પોસ્ટીંગ દરમ્યાન ર સાથીઓના ખુન કરવાના આરોપમાં અલ્હાબાદની નૈની જેલમાં કેદી કરી લેવાયો હતો. તે છેલ્લા ર૭ વર્ષથી હાલ પણ જેલમાં છે. અને ૬૦ વર્ષની ઉમ્ર થયા હતા તેણે આજ સુધી એક પણ વખત પરિવારજનોને અથવા કોઇને પણ મળવા પેરલ લીધી નથી.
દેવેન્દ્રનાથના પત્નિએ વરિષ્ઠ વકીલની મારફતે આમીમેન દેવેન્દ્રનાથની વાર્તા ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, એ.એમ. ખાનવિલ્કર, ડી.વાય. ચંદ્રચુદની પેનલ સમક્ષ રજુ કરી હતી.રાજીવ ગાંધીના કેસના આરોપી કરતા પણ દેવેન્દ્ર વધુ સજા કાપી ચુકયા છે.જનરલ કોર્ટમાં સપ્ટેમ્બર ૧૨, ૧૯૯૧માં તેની મૃત્યુદંડની સજા નિર્ધારીત કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેને આજીવન જેલવાસ અપાયો હતો.
મૃત્યુની અદાલતમાં તેની સજાને નકારવામાં આવી હતી. ત્યારે ૨૦૦૭માં ફરી વખત આ કેસ અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટે આ કેસને ૨૦૧૪ તફર ફેરવ્યો, જયારે માર્ચ ૨૦૧૫મા ફાયનલ સુનાવણી કરવાની હતી ત્યારે અરજદારની કાઉન્સીલ કરવામાં આવી નહતી.માટે ફરીથી તેની રીહાઇ રોકાઇ ગઇ હતી. અરજદાર તરીકે તેની પત્નિએ જણાવ્યું હતું કે તે તેની સજા પુરી થવા છતાં આટલી લંબાવાતા તેની માનસીક સ્થિતિ બગડી ગઇ છે. તેણે સુપ્રિમ કોર્ટમાં સવાલો કર્યા હતા કે શું ર૭ વર્ષથી સજા ભોગવી રહેલા વ્યકિતને ૧૮ વર્ષથી બનેલા નીયમો મુજબ લેખવા યોગ્ય છે શું હજુ તેને ૬૦ વર્ષની ઉમ્ર બાદ પણ વધુ સહન કરવાનું બાકી છે ?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,