મહાનુભાવોનું સામૈયા સાથે સ્વાગત: મહિલા વિષયક વિવિધ આયામોનું સંમેલન પણ યોજાયું

રાજકોટની ભાગોળે આવેલ બેડી ગામ ખાતે અખિલ હિન્દ મહિલા પરિષદ તથા વિકાસ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલ મહિલા સ્વાવલંબન અને કૌશલ્ય વર્ધન કેન્દ્રની બહુ આયામી પરિણામલક્ષી સિદ્ધિના કેસસ્ટડીને વૈશ્વીક સ્તરે રજુ કરવામાં આવેલ છે. અખિલ હિન્દ મહિલા પરીષદના પ્રમુખ ભાવનાબેન જોશીપુરાની પરીકલ્પના મુજબ તૈયાર કરાયેલ આ સ્વાવલંબી પ્રકલ્પ અંતર્ગત ૧૨૦૦થી વધારે મહિલાઓ સંપૂર્ણ રીતે આર્થિક દ્રષ્ટિથી પરિવારનો આધાર બની છે.

તાજેતરમાં સંયુકત રાષ્ટ્રસંઘ ખાતે પણ ભાવનાબેન જોશીપુરા દ્વારા રજુ કરાયેલ કેસ સ્ટડીને સારી એવી પ્રશંસા પ્રાપ્ત થઈ છે ત્યારે નિરંતર રીતે ચાલી રહેલ આ પ્રશિક્ષણ વર્ગ પૈકી ૬૦ મહિલાઓ માટેનો દિક્ષાંત સમારોહ ‚રલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે યોજાયો હતો.

જેમાં દેહરાદુનના ડાયરેકટર મૈથીલીની પ્રેરણાદાયી ઉપસ્થિત રહી હતી. ગામના સરપંચ ભરતભાઈ ડાભી, સ્થાનિક મહિલા અગ્રણી જયાબેન બાબુભાઈ, આસીસ્ટન્ટ પોલીસ કમિશનર બારીયા, પરીષદ મંત્રી પ્રવિણા જોશી સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

આ તકે બેડી ગામમાં આ વર્ગ સંદર્ભમાં અને ગ્રામ્ય પરંપરા મુજબ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવાની સાથે સામૈયુ પણ નિકળ્યું હતું. દિક્ષાંત સમારોહની સાથે મહિલા વિષયક વિવિધ આયામોનું સંમેલન પણ યોજાયું હતું.

જેમાં ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, જે મહિલાઓ વધારે પડતા શારીરિક શ્રમને કારણે ખેત મજુરી કરી નથી શકતી તે મહિલાઓને કેન્દ્રમાં રાખીને આ પ્રકલ્પ ઘડાયેલ છે જેને સતત મહેનતથી અને સહિયારા પ્રયત્નોથી સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.