dr pooja2020 માં સમગ્ર વિશ્વમાં 190 લાખ કેસ : આવતા ર0 વર્ષમાં 360 લાખ થવાની સંભાવના

કેન્સર દિવસ : 4 ફેબુ્રઆરી વિશ્વભરમાં કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે.આ દિવસ કેન્સર અંગે લોકોમાં ફેલાયેલા ડર તથા ભ્રમ દુર કરવા,લોકોમાં ઘર કરી ગયેલ ખોટી માન્યતાઓ દુર કરવી,જન જાગૃતી ફેલાવવા તથા કેન્સર ક્ષેત્રે થયેલા નવા સંશોધનો લોકો સમક્ષ મુક્વા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે છે.તમને પ્રશ્ર્ન થશે કે કેન્સર વિશે જાણવુ આટલુ જરૂરી કેમ છે ? કારણ કે કેન્સરના વધતા જતા આંકડા ર0ર0માં સમગ્ર વિશ્વમાં 190 લાખ કેન્સરના કેસો નોંધાયેલા છે. જે આવતા ર0 વર્ષમાં 360 લાખ થવાની સંભાવના છે.કેન્સરના વધતા જતા આંકડાથી ડરવાની જરૂર નથી કેમ કે આજે 60 થી 80 % જેટલા કેન્સરનુ નિદાન શક્ય છે. પરંતુ લોકોમાં કેન્સર વિશે ફેલાયેલ ગેરમાન્યતા દુર કરવાની જરૂર છે.

વોકહાર્ટ હોસ્પિટલમાં સમયાંતરે આવા વિવિધ આરોગ્યને લગતા દિનની ઉજવણી કરી લોકો સુધી માહિતી પહોંચાડતુ આવ્યુ છે એ જ રીતે કેન્સર દિવસ નિમીતે પણ હોસ્પિટલના કેન્સર વિભાગના નિષ્ણાંત ડો.પુજા તન્નાએ પોતાના અનુભવો વિશે માહિતી આપતા જણાવેલ કે સૌ પ્રથમ તો  લોકોમાં ઘણા પ્રકારની ગેરમાન્યતા રહેલ છે જેને દુર કરવી આપણો ધ્યેય છે.ગેરમાન્યતા જેવી કે કેન્સર એટલે જીવનનો અંત,કેમોથેરાપીની દર્દી પર આડઅસર, મધ્યમ વર્ગ તથા આર્થિક રીતે નબળા કેન્સરના દર્દી માટે નાણાકીય અગવળો અને કેન્સર ચેપી રોગ છે આવી ગેરમાન્યતા લોકોમાં ફેલાયેલી છે જેને દુર કરવી જોઈએ.

આ પ્રકારના પ્રશ્ર્નોના જવાબ આપતા ડો.પુજા તન્ના જણાવે છે કે જો કેન્સરનુ સમયસર અને પ્રારંભીક તબકકામાં નિદાન કરાવવામાં આવે તો ચોકક્સપણે સફળતા મળી શકે છે.ખાસ કરીને સ્ત્રીઓમાં સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર, લસીકાગ્રન્થીના કેન્સર,બીજા અને ત્રીજા તબકકામાં પણ આધુનિક સારવારથી સફળ નિદાન શક્ય છે.

કિમોથેરાપીથી દર્દીની તબીયત બગળતી નથી. નાની મોટી આડઅસરો જેવી કે ઉલટી,ઝાળા,નબળાઈ રહે છે.પરંતુ એ પણ મર્યાદિત સમય પુરતી જ રહે છે.આર્થિક રીતે નબળા વર્ગ માટે સરકારની વિવિધ યોજના દ્બારા તદન મફતમાં અને નિષ્ણાંત ડોકટરો પાસે સારવાર કરાવી શકાય છે તથા કેન્સર બીલકુલ ચેપી રોગ નથી.

આ ઉપરાંત આજના દિવસે કેન્સર થવાના નીચે મુજબના કારણોથી દુર રહેવાનો સંકલ્પ કરીએ  કે પાન,ગુટખા,તંબાકુ,બીડી અને દારૂના સેવન જે વિવિધ કેન્સરને નોત્રે છે તેનાથી આપણે દુર રહીએ અને અન્ય લોકોને પણ જાગૃત કરીએ.

(1)મોઢામાં કે જીભમાં ન રૂઝાતા ચાંદા, (ર) સ્તનમાં/બગલમાં ગાંઠ, (3)ખોરાક ગળે ઉતારવામાં તકલીફ, (4)વજન અસાધારણ રીતે ઘટવું, (પ) ઉધરસમાં લોહી આવવું.

આ રીતે અગમચેતીના પગલા ભરવાથી કેન્સરથી બચી શકાય છે અને કેન્સર થાય તો ભય અને ગભરાટથી નાસિપાસ થવાને બદલે નિષ્ણાંત ડોકટરનો સંપર્ક કરવો.

વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટમાં કેન્સરની સંપુર્ણ સારવાર મુખ્ય મંત્રી અમૃતમ યોજના હેઠળ વિના મુલ્યે થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.