ઘન કચરા વ્યવસપન અને સ્વચ્છ ભારત મિશન તૈયાર કરેલા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાશે: ઇન્ડિયા રેકોર્ડ્સ દ્વારા આ પરીક્ષાની નોંધ કરવામાં આવશે

રાજકોટ મહા નગરપાલિકા દ્વારા ગત સપ્ટેબર માસમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે રાજકોટ શહેરના ક્લીનેનઇવેન્ટને ખુલ્લી મુકવામાં આવેલ છે.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ ડિપાર્ટમેન્ટ તરફી શરૂ થયેલ સ્વચ્છ સર્વેક્ષણનો પાયાનો સિધ્ધાંતછે કે, સ્વચ્છતા અને તેના સિદ્ધાંતો અંગેની તાલીમ પાયાથી જ મળે અને સ્વચ્છતાનો સંદેશઘર-ઘર તેમજ જન-જન સુધી પહોંચે તેવા હેતુથી ઘન કચરા વ્યવસ પણ અને સ્વચ્છ ભારત મિશનઅંગેનો વિદ્યાર્થીઓ સમજી શકે તે માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે.

આઅભ્યાસ ક્રમ ટ્રેનર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવેલ. જેના અનુસંધાને૧૦ ડીસેમ્બર ૨૦૧૮ હ્યુમન રાઈટ્સ ડેના દિવસે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનું નક્કી કરેલ છે. આ માટે રાજકોટ શહેરની નગર પ્રામિક શિક્ષણ સમિતિ હસ્તકની ૭૭ શાળાનાકુલ ૧૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા લગભગ  ૩૨૫ જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના ૫૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એક જ શહેરમાં એક જ સમયે પરિક્ષા આપશે.

જે પૈકી, મુખ્ય છ સ્થળોએ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. જેમાં, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, અટલ બિહારી બાજપેયી ઓડીટોરીયમ તથા હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના લગભગ ૫,૦૦૦ વિદ્યાર્થીઓ તથાઈસ્ટ ઝોનમાં આવેલ શાળા નં.૭૮, સેન્ટ્રલ ઝોનમાં આવેલ શાળા નં.૬૩ તાવેસ્ટ ઝોનમાં આવેલ શાળા નં.૯૧ ખાતે નગર પ્રામિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાના લગભગ ૩,૨૦૦ વિદ્યાર્થીઓપરિક્ષા આપશે.

આ સિવાય નગર પ્રામિક શિક્ષણ સમિતિ હસ્તકની જુદીજુદી શાળા તા જુદી જુદી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો સાથે આ પરિક્ષા લેવામાં આવનાર છે. આ માટેના પેપર રાજકોટ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેથી ૨૨ સીઆરસી અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ ૧૦ રૂટી પહોચાડવામાંઆવશે. 

આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે વિવિધ પ્રવુતીઓ હથ ધરેલ. આ પરીક્ષામાં ૬૦,૦૦૦થી વધુ ધોરણ. ૫ થી ઉપરના વિદ્યાર્થીઓ એકી સાથે પરીક્ષા આપશે, આ પરીક્ષા ૩૦ મીનીટની યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર આપરીક્ષામાં રાજકોટ નગર પ્રામિક શિક્ષણ સમિતિ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા ખુબસહયોગી પરિક્ષા લેવામાં આવશે. આ પરિક્ષાની અમદાવાદ સ્તિ સંસ ઇન્ડિયા રેકોર્ડ્સદ્વારા રેકર્ડ રજીસ્ટર કરવામાં આવશે.

તેમજ લીમકા બુક ઓફ રેકર્ડ દ્વારા પણ આપરિક્ષાનુ રજીસ્ટ્રેશન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવીરહ્યા છે. આ પરિક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારાસર્ટીફિકેટ આપવામાં આવશે.

પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ(વેસ્ટ ઝોન)ખાતે મેયર બિનાબેન આચાર્ય,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખનીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈભોરણીયા, સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કાશ્મીરાબેન નવાણીવિગેરે ઉપસ્થિત રહેશે.

જયારે ઇસ્ટ ઝોન ખાતે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ડેપ્યુટીમેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ઉપસ્થિત રહેશે અને સેન્ટ્રલ ઝોનમાંહેમુગઢવી ઓડીટોરીયમ ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, મહામંત્રી જીતુભાઈ કોઠારી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા વિગેરે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત, નગર પ્રામિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા બોર્ડની સ્કૂલ ડો. ઝાકીર હુસેન પ્રા.શાળા નં.૯૧, ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈમાંકડ, વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, વોર્ડ અગ્રણી ચારુબેન ચૌધરી, સર્વપલ્લી રાધાક્રિષ્નન પ્રા. શાળાનં.૬૩, ખાતે નગર પ્રા. શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ મેયર જનકભાઈ કોટક, વોર્ડ નં.૧૬ પ્રભારી ભુપતભાઈ બોદર, વોર્ડ પ્રમુખ સુરેશભાઈ વસોયા, મહામંત્રી હિરેનભાઈ ગૌસ્વામી, શ્રી હોમી જહાંગીર ભાભા પ્રા. શાળાનં.૭૮, ખાતે કોર્પોરેટર દેવુબેન જાદવ, સજુબેન કાળોતરા, શિક્ષણ સમિતિ સભ્ય ભાવેશભાઈ દેરીયા વિગેરે ઉપસ્થિત રહેશે.

આ પરિક્ષા અભિયાનને સફળ બનાવવા માટેમેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, નગર પ્રામિક શિક્ષણ સમિતિ ચેરમેનનરેન્દ્રસિંહ ઠાકુર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ અજયભાઈ પટેલની આગેવાનીહેઠળ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, અધિકારીઓ તા શાળા બોર્ડના સભ્યોઅને અધિકારીઓ તા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ મંડળના મહામંત્રી અવધેશભાઈ કાનગડ, કારોબારી સભ્ય મેહુલભાઈ પરવડા, પરિમલભાઈ પરવડા, જયદીપભાઈ જલુ, પુષ્કરભાઇ રાવલ, રાણાભાઇ ગોજીયા, જતીનભાઈ ભરાડ, ભરતભાઈ ગાજીપરા તેમજ જુદી જુદી શાળાઓના સંચાલકો શાળા મંડળના હોદેદારો ઉપસ્થિત જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.