દર મહેલી તારીખે પેટા તીજોરી કચેરી ખાતે પેન્શન આજે ૧૧ દિવસ વિતવા છતાં પણ આયું નથી
હળવદ શહેર તથા તાલુકભરમાં ૬૮૦ જેટાલ નિવૃત્ કર્મચારીઓ આવેલા છે. મોટાભાગના આ કર્મચારીઓ સીનીયર સીટીઝન ઉપરાંત વયોર્વઘ્ધ અને સાવ અશકય છે. ત્યારે રાજય સરકાર દ્વારા આપવામાં આવતું નિવૃત કમચારી ને પ્રતિમાસની પહેલી તારીખે આપવામાં આવતું પેન્શન આજે નવ દિવસ નિતવા છતાં નહી મળતા હળવદના નિવૃત વયોવૃઘ્ધ કર્મચારીઓ અકડાઇ ઉઠતા તાલુકા પેટા તિજોરી કચેરીએ આ મુદ્દે લેખીત રજુઆત કરી હતી.
રાજય સરકાર દ્વારા જીલ્લા તીજોરી કચેરીના માઘ્યમથી વિવિધ નિવૃત કર્મચારીઓને મહીનાની પ્રથમ તારીખે પેન્શન આપે છે. ત્યારે મોરબી જીલ્લા તીજોરી કચેરી દ્વારા હળવદ તાલુકા પેટા તિજોરી કચેરી હેઠળ આવતા ૬૮૦ નિવૃત કર્મચારીઓને નવ નવ દિવસ વીતવા છતાં પણ પેન્શનની રકમ નહી મળતા નિવૃત કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી છે.
હળવદ તાલુકા નિવૃત કર્મચારી મંડળ હળવદની પેટા તિજોરી કચેરી ખાતે પેન્શનની રકમ બાબતે સ્થાનીક અધિકારી પાસે રજુઆત કરવા ધસી આવ્યા હતા અને અધિકારીને લેખીત રજુઆતો પણ કરી હતી. જેમા જણાવ્યા દર મહિનાની પહેલી તારીખે જમા થતા પૈસા આજદિન સુધી જમા થયા નથી. વારંવાર ધકકા ખાવા છતાં પણ આ પ્રશ્ર્નનુ નિરાકરણ થતું નથી. ત્યારે પેન્શનોના વિવિધ પ્રશ્ર્નોનો ઉકેલ નહી આવે તો પેન્શરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.