પાંચ મોબાઈલ ફોન યુઝર્સમાંથી ત્રણ યુઝર્સ નેશન વાઈડ ફીડબેંકમાં ભાગ લે છે. જેઓની ફરિયાદ છે કે કોલડ્રોપ મોટેભાગે ઘરની અંદર થાય છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ (ડીઓટી) એ કહ્યું કે, કુલ ૩.૫૬ લાખ સબ્સ્ક્રાઈબર્સ પર કરવામાં આવેલા સર્વેમાં લગભગ ૬૦ ટકા લોકો કોલડ્રોપથી ત્રસ્ત છે. ડિપાર્ટમેન્ટ અહેવાલમાં જણાવ્યું છે કે, મોટાભાગની ફરિયાદો ઈનડોર કોલડ્રોપસની છે.

આફીડબેક ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સની સાથે શેર કરાયા હતા. જેથી કરીને ટેલીકોમ કંપનીઓ આ મામલે સમયસર કાર્યવાહી કરે અને દર ૧૫ દિવસે ટેલીકોમ ડીપાર્ટમેન્ટના ટાસ્ફ ફોર્સને એકશન ટેકન રિપોર્ટ આપે એટલે કે કંપનીઓએ કોલડ્રોપ ઘટાડવા માટે કેવા-કેવા પગલાઓ હાથધર્યા છે તેનો અહેવાલ આપે.

ડિસેમ્બર ૨૦૧૬થી માર્ચ ૨૦૧૭ દરમિયાન સરકાર તરફથી દરેક રાજયોમાં જારી ઈન્ટરેકટીવ વોઈસ રીસ્પોન્સ સિસ્ટમ (આઈવીઆરએસ) દ્વારા ૨૬.૯૭ લાખ ફોનકોલ્સ કરાયા હતા. જેમાંથી ૧૩% એટલે કે ૩.૫૬ લાખ લોકો પાસેથી ફિડબેક લેવામાં આવ્યા હતા. તેમાંથી ૨.૧૫ લાખ લોકોએ કહ્યું કે, તેમને સારી ગુણવતાની સેવા મળતી નથી.

ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સે ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે વધુ માહિતી જમા કરવા અંગ્રેજી અને સ્થાનિય ભાષાઓમાં ટેલિફોનિક કોલ અને એસએમએસ કરીને તે દરેક સબસ્ક્રાઈબર્સ સાથે સંપર્ક કર્યો હતો કે જેને કોલડ્રોપની ફરિયાદ હતી. ડીપાર્ટમેન્ટે કહ્યું કે, આઈવીઆરએસ પ્લેટફોર્મ દ્વારા મળેલા પરિણામો અને તેના પર ટેલીકોમ સર્વિસ કંપનીઓની કોશિશ ઉત્સાહ વધારનારી રહી છે.

ડિસેમ્બર વર્ષ ૨૦૧૬ સુધી ૬૪ ટકા લોકોએ કોલડ્રોપની ફરિયાદ કરી હતી. જે માર્ચ, ૨૦૧૭ના અંત સુધીમાં ઘટીને ૫૭ ટકા થઈ ગઈ હતી. આમ, ત્રણ મહિનામાં કોલડ્રોપ ફરિયાદીમાં ૭ ટકાનો ઘટાડો થયો હતો. ટેલીકોમ કંપનીઓને સેવાઓમાં સુધાર લાવવા માટે નવી સાઈટ, ઈન્ફ્રાસ્ટ્રકચર વીરો પ્લાન બનાવવામાં સરકારની કોશિશો મદદ‚પ થઈ છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે ૯૮૭ નવી સાઈટસ લગાવવાનો પ્લાન બનાવ્યો છે. જેમાંથી ૧૦૯ સાઈટ લગાવી દીધી છે. તેમાંથી એરટેલના ૧૧, આઈડીયાના ૨૯ અને રિલાયન્સ જીઓના ૬૯ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.