લીંબડી બસ સ્ટેશન અવાર નવાર અલગ અલગ કિસ્સાઓમાં છાપે ચડે છે અને આજે વળી એકવાર બસો નહી આવવાથી અને બસોને વિછીયા તાલુકામાં મોકલેલ જેથી વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સરકારના અલગ અલગ કાર્યક્રમોમાં સરકારી એસ.ટી બસોનો ઉપયોગ થતો હોય છે જેના કારણે અમુક ચોકકસ રૂટો બંધ કરી દેવામાં આવતા હોય છે ત્યારે આવી રીતે રૂટો બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આજે સવારે વિદ્યાર્થીઓને રોજ પ્રમાણે લીંબડી થી સુરેન્દ્રનગર અભ્યાસ અર્થે અપડાઉન કરતા હોય છે ત્યારે લીંબડીની એસ.ટી બસો વિછીયા મોકલાથી ૬૦ ટકાથી પણ વધારે રૂટો બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને મુશ્કેલી ઉભી થઇ હતી.અને બસોમાં ઢોર ભરે તે રીતે બસમાં પેસેન્જરો ભરવામાં આવ્યા હતા ત્યારે બસમાં જગ્યા બાબતે પેસેન્જરોમાં તુ તુ મે મે જેવા દશ્યો સર્જાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.