• દસ લાખથી વધુ પ્રજાતિઓની અનોખી જળચર પ્રાણીઓની દુનિયા: પાણીમાં જન્મ, વૃદ્ધિ, પ્રજનન અને મૃત્યુ સુધીની યાત્રા: ઘણાં જળચર પ્રાણીઓ શ્વાસ લેવા માટે સમુદ્રની સપાટી ઉપર આવે છે
  • આપણા ગ્રહના પોપડામાં મહાસાગરનું 71 ટકા પાણી છે: પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને કારણે ઘણા દરિયાઈ જીવોની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે : પૃથ્વી પરનું કુલ પાણી પૈકી 97 ટકા પાણી મહાસાગરોમાં હોય

પૃથ્વી પર જીવ સૃષ્ટિની શરૂઆત ત્રણ કરોડ થી વધુ વર્ષો પહેલા થઈ હતી. જેલીફિશ એ ડાયનાસોર અને સાર્ક કરતા પણ પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે. તમામ મહાસાગરોમાં એટલાન્ટિક મહાસાગર સૌથી ખારો છે. 2022 માં થયેલા એક સંશોધનમાં દરિયાઈ જીવ સૃષ્ટિની 39 પ્રજાતિ એવી જોવા મળી, જે તે અગાઉ ક્યારે જોઈ ન હતી. ઉત્ક્રાંતિકાળમાં જળચર પ્રાણીઓ જમીન ઉપર આવીને સ્થળચર બન્યા હતા. ડોલ્ફિનની વાત જુદી છે, જમીન પર રહેનારું ચોપગું પ્રાણી માછલીના શિકાર કરવા પાણીમાં રહેવા લાગતા, તે કાળક્રમે ડોલ્ફિન બની હતી. દરિયાઈ પેટાળમાં નરી આંખે જોવા પણ મુશ્કેલ હોય તેવા, અનોખા જીવો જોવા મળે છે.

આપણા ગ્રહના મહાસાગરો, સમુદ્રી, સરોવર અને અન્ય જળાશયો ઘણા જળચર પ્રાણીઓનાં ઘર છે. કરોડો અસ્થિધારી કે અપૃષ્ઠવંશી આ પ્રાણીઓ ત્વચા દ્વારા હવામાં શ્વાસ લઈને ઓકિસજન મેળવે છે. તેઓ મીઠા અને ખારાપાણીમાં રહી શકે છે, છેલ્લા બે ત્રણ વષથી વૈશ્વિસ્તરે આની જાળવણી બાબતે દુનિયા જાગૃત થઈ છે. આપણી ઈકો સિસ્ટમમાં આ જળચર પ્રાણીઓ ભૂમિકા મહત્વની છે. માછલી ઉપરાંત મોલસ્ક, કસ્ટેશિયન્સ, સ્ટાર ફિશ, પરવાળા જળચર જંતુઓ ઉભયજીવીઓ, દરિયાઈ સસ્તન પ્રાણીઓ, સરિસુપ અને જળચર પક્ષીઓની અદભૂત દુનિયા પાણીનાં પેટાળમાં જોવા મળે છે, જેમાં દસ લાખથી વધુ જળચર જીવ સૃષ્ટિ રહે છે.

પૃથ્વીગ્રહનો માનવી પોતાના ઘરમાં રહે છે, ત્યારે આપણી   સાથે જ ગ્રહ પર  પશુ-પંખીઓ-પ્રાણીઓ પણ વસવાટ કર છે. વિશ્ર્વના વિવિધ જંગલો લાખો પ્રજાતિઓ પર્યાવરણ સાથે તાલ મિલાવીને પોતાનું અસ્તિત્વ   ટકાવી રહ્યા છે. આંગણાના પશુ-પંખી અને જંગલોનાં  પશુ પંખીને પ્રાણીઓની સાથે જળચર પ્રાણીઓની અદભૂત દૂનિયા પણ છે,  આપણે કયારેય આ જીવસૃષ્ટિ વિશે જાણવાની  કોશિષ નથી કરી પણ છેલ્લા બે  ત્રણ વર્ષથી  સમગ્ર દુનિયાના દેશો આ જળચર દુનિયાના રહસ્યો ચીરીને તેના રક્ષણ અને સંવર્ધન માટે કાર્યરત થયા છે.

પૃથ્વી પર જમીન પર રહેનારા, હવામાં ઉડનારા અને પાણીમાં રહેનારા જીવો છે ત્યારે 2020 માં  કેનેડા, ચિલી, ઓસ્ટ્રેલિયા, કેન્યા, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન,  ઝિમ્બાબ્વે, નોર્થ, રશિયા, સ્વિટ્ઝર્લેન્ડ, યુકે જેવા  વિવિધ દેશોએ જળચર સૃષ્ટિ વિશે વૈશ્વિક   જાગૃતતા લાવવાનો  પ્રથમ પ્રયાસ   કર્યો હતો.    માનવજાતે પૃથ્વીનું   પર્યાવરણ  બગાડીને ઘણી જીવ સૃષ્ટિને નાશ કરી દીધી છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ અને  પ્રદુષણને કારણે હવે જળચર પ્રાણીઓનાં   ઘર સમા દરિયાને   પણ પ્રદુષિત  કરતા, હજારો જીવો દરિયાના  પેટાળમાં  પણ જોખમ અનુભવી રહ્યા છે. સમુદ્રની નીચે જળચર પ્રાણીઓની અદભૂત  દુનિયા છે. તેનું પૃથ્વી વાસીએ  રક્ષણ કરવું જરૂરી છે.

આપણા ગ્રહના  મહાસાગરો, સમુદ્રો, સરોવર અને અન્ય જળાશયો જળચર પ્રાણીઓનાં આવાસ છે, પણ  માનવી તેમાં પણ  પ્રદુષણના ગંજ ખડકતા હવે આ પ્રાણીઓની ઘણી પ્રજાતિઓ રેડકોર્નર એટલે કે  લુપ્ત  થવાના આરે આવી  ગઈ છે.  કરોડ અસ્થિધારી કે  અપૃષ્ઠધારી આ પ્રાણીઓ પોતાની ત્વચા દ્વારા હવામાંથી શ્વાસ લઈને  ઓકિસજન મેળવે છે.  જળચર પ્રાણીઓ ખારા કે મીઠા બંને પાણીમાં જોવા મળે છે. આપણી ઈકો  સિસ્ટમમાં આ પ્રાણીઓની ભૂમિકા   અહંમ છે.   દરિયાના    પેટાળમાં  એક મિલિયનથી વધુ જળચર પ્રાણીઓની પ્રજાતિઓ  જોવા મળે છે. આપણે માછલી, મગર,કાચબા જેવી ચાર પાંચ પ્રજાતિઓને ઓળખીએ છીએ.

દરિયાના  પેટાળમાં માછલી ઉપરાંત જળચર પ્રાણીઓની શ્રેણીમાં  પરવાળા,  જળચર  જંતુઓ, સસ્તન પ્રાણીઓ, ઉભયજીવીઓ, સરિસૃપો,   મોસસ્ક,   કસ્ટેશિયન્સ, જળચર પક્ષીઓ, જેવા લાખો જીવો  પ્રાચિન  કાળથી કે એ અગાઉથી પાણીમાં જ પોતાની જીંદગી જીવી રહ્યા છે.  આજે માનવી શિક્ષણ  મેળવીને   કાયદાઓ,  નીતિઓ વિગેરે  બનાવે છે ત્યારે આ જળચર પ્રાણીઓની  દુનિયાને   પણ રક્ષીત કરે તે જરૂરી છે. પાણીમાં રહેતા અસંખ્ય પ્રાણીઓને જોવાનો   એક લ્હાવો છે. અંડર વોટર ફિલ્મ જોવાની બહુ જ  મઝા પડે છે. કારણ કે આ પ્રાણીની દુનિયા  નિરાળી છે.

આ લેખ વાંચીને  વાંચકોને  રસ પડયો હોયતો ધ બ્લુ પ્લેનેટ, ટર્ટલ, ધ ઈનક્રેડિબલ જર્ની, મિશન બ્લુ, લાઈ ઈન ધલ્લુ જેવી ફિલ્મો જોવી પડશે. દરિયાના   પેટાળમાં   આશ્રયની શોધ, શિકાર,  ખોરાક વિગેરે માટેની તેની દુનિયા ખુબજ રોમાંચક હોય છે.    જળચર પ્રાણીઓ પોતાની   જગ્યાઓમાં ઘણી પ્રવૃત્તિઓ કરે છે.વિદેશોમાં તો તેની જાગૃતિ માટે દરિયાના  પેટાળમાં  સી પાર્ટીનું  આયોજન પણ   કરે છે.   જળચર પ્રાણીઓની   જાગૃતતા માટે ઘણા અંગેજી   ગીતો મશહુર છે. જેમાં અંડર ધ સી, સીઓફલવ ઓન્લી ધ ઓશન, ડીપ ઓશન વેસ્ટ જેવા  જાણીતા છે.

ઘણા પ્રાણીઓ જમીન અને પાણી બંનેમાં રહેતા જોવા મળે છે. જળચર અને અર્ધજળચર પણ કહૈેવાય છે.  ખારાપાણીમાં દરિયાઈ ઈગુઆના,  દરિયાઈ સાપ, જળચર પક્ષીઓ, કેટલાક   સસ્તન પ્રાણીઓ જેવાં ડોલ્ફિન, વ્હેલનો સમાવેશ  થાય છે. આજે તો આ પ્રાણીઓની ભૂમિકા તેને  પડકારો અને જોખમોનો સામનો  કરી રહ્યા છે. ભાવી પેઢીને   અત્યારથી જ  તેની દુર્દશા વિશે જાણકારી આપવી જરૂરી છે. વધતા પ્લાસ્ટિકના ઉપયોગને કારણે  જલ પ્રદુષણના વધતા  વ્યાપને   કારણે આ જળચર પ્રાણીઓનાં નિવાસ સ્થાન માટે મોટો ખતરો  ઉભો કર્યો છે.  જો આપણે જળચર સૃષ્ટિ બચાવવી હશે તો પ્લાસ્ટિક બેન્ડ એક માત્ર  ઉપાય બચ્યો છે.

દુનિયામાં જમીન કરતા સમુદ્રમાં જીવ સૃષ્ટિ વધુ !

આપણી પૃથ્વીની જમીન પર હાથી જેવા કદાવર પ્રાણીઓ છે પણ આવા 33 હાથીનું વજન ધરાવતી બ્લુ વ્હેલ દરિયામાં રહે છે.જમીન કરતા પાણીમાં મોટાપ્રાણીઓ રહે છે. પાણીનો ઉછાળો   ગુરૂત્વાકર્ષણની અસરોથી રાહત આપતું હોવાથી, આવા પ્રાણીઓનાં વજન વધતા હોય છે.દરિયાના પેટાળમાં નાના મોટા, જાડા-ઉંચા, નીચા જેવા ઘણા પ્રાણીઓ રહે છે.

બ્લુ વ્હેલની જીભનું વજન જ એક હાથી જેવડું હોય છે. મોટા જળચર પ્રાણીઓમાં બ્લુ વ્હેલ, મગર, ચાઈનીઝ સલામંડર, વિગેરે જોવા મળે છે. જળચર દુનિયાનું વિશ્ર્વ અકલ્પનીય છે. બે ઈંચના નાના દેડકામાં પણ માણસોને મારી નાખવાની ઝેરની ક્ષમતા હોય છે. વિશ્ર્વના મોટા પાણીમાં રહેતા પ્રાણીઓમા એનાકોન્ડા, વ્હેલશાર્ક, ગ્રે વ્હેલ, જામીદાર અજગર, ફિનવ્હેલ, ભૂરી વ્હેલ, જેલી, ફિશ, વિશાળ સ્ક્વિડ જેવા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.