પિતાની બિમારીનું કારણ બતાવી મદદના નામે ઉધોગપતિની છેતરપિંડી
સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરણીના અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે લોભામણી ડેટીંગ સાઈટ દ્વારા બેંગલોરના ૩૪ વર્ષીય ઉધોગપતિના ૬૦ લાખ લુંટાઈ ગયા છે. ઉધોગપતિની પોલીસ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેણે એક ડેટીંગ વેબસાઈટ પર પ્રોફાઈલ બનાવી હતી. તેમાં તેને શોમ્પા ૭૬ નામના આઈડીનો સંપર્ક થયો તેણે પોતાનું નામ અર્પિતા જણાવ્યું હતું જે કોલકતાની રહેવાસી છે. રોજની લાંબી વાતચીત બાદ બંનેએ ફોન નંબરો એકબીજાને આપ્યા અને તેઓ વોટસએપ પર ચેટીંગ કરતા થયા. થોડા દિવસો બાદ અર્પિતાએ તેના પિતા હોસ્પિટલમાં એડમીટ હોવાની જરૂરીયાત દર્શાવી. ૩૦ હજારની મદદ માંગી માટે ઉધોગપતિએ તેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી આપ્યા ત્યારબાદ તેને ફરીથી પિતાને બિરલા હાર્ટ રીસર્ચમાં એડમીટ કર્યા હોવાને કારણે મદદ માંગી. આમ ઉધોગપતિએ તેને ઘણી વખત મદદ કરી હતી. જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં તેણે થોડા થોડા કરીને રૂપાલી મજમુદારના એકાઉન્ટમાં ૧૯ લાખ અને કુશન મજમુદારના એકાઉન્ટમાં ૪૦.૭ લાખ જમા કરાવ્યા હતા. જયારે અર્પિતાએ તેના ફોન કોલ્સ અને મેસેજીસના જવાબ આપવાનું બંધ કરી દીધું. ઉધોગપતિને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાની શંકા જતા તેણે પોલીસ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી. તેણે પોલીસને જણાવ્યું કે આવુ લાંબા સમય સુધી ચાલ્યું હતું કે તેણે રિલેશનશીપના નામે પૈસા મોકલાવ્યા હોય. તેઓ મેટ્રોમોની વેબસાઈટ પર ડેટીંગ કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમીર ઉધોગપતિને રિલેશનશીપમાં ફસાવી તેની પાસેથી પૈસા પડાવી લેવાયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,